ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં તબીબના ગેરકાયદેસર દબાણ સામે રહીશોએ આવેદનપત્ર આપ્યું

Text To Speech

પાલનપુર- 22 ઓગસ્ટ 2024, ડીસા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલી આતિથ્ય બંગ્લોઝ સોસાયટીના નાકા પર તબીબ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી સીડી બનાવતી હોવાથી તેમજ દિવસભર દવાખાનાના વાહનો ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ થતા હોવાથી રહીશોને પડતી મુશ્કેલીથી ત્રાસી જઈ રહીશોએ ડીસા નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપી સીડી બનતી અટકાવવા રજૂઆત કરી હતી.

હોસ્પિટલની સીડી જાહેર રસ્તાના ભાગે બનાવવામાં આવી
ડીસા હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલા અતિથ્ય બંગ્લોઝ સોસાયટીમાં જવાના રસ્તા પર ડો.પ્રવીણ ઠક્કરની હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં દિવસભર દવાખાને આવતા લોકોના વાહનો ટ્રાફિકને નડતરરૂપ રીતે પાર્ક થતા હોવાથી સોસાયટીના રહીશોને અવરજવરમાં ખૂબજ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ડો. પ્રવીણ ઠક્કર દ્વારા તેમની હોસ્પિટલની સીડી બહાર જાહેર રસ્તાના ભાગે બનાવવામાં આવી રહી છે.

સીડી બનાવતી અટકાવવા તાત્કાલિક પગલા લેવા જણાવ્યું
જે અંગે રહીશોએ અગાઉ પણ નગરપાલિકા કચેરીએ જાણ કરી લીધી તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા અત્યારે સીડી બનાવવાનું ચાલુ થતા રહીશો તબીબને જાણ કરવા જતા તબીબના સ્ટાફે ધમકી આપી “તમારાથી થાય તે કરી લો સીડી તો અહીં જ બનશે” તેમ કહી ભાડુતી માણસો લુખ્ખાઓ બોલાવીને મારવાની ધમકી આપી હતી. જેથી આજે સોસાયટીના રહીશો એકત્ર થઈ ડીસા નગરપાલિકા કચેરી આવી આવેદનપત્ર આપ્યું હતું અને આ સીડી બનાવતી અટકાવવા તાત્કાલિક પગલા લેવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ પૈસા નહીં આપનાર કલોલના વેપારીને એક વર્ષની કેદ

Back to top button