અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગાયક વિજય સુવાળાએ 50 લોકોના ટોળા સાથે ભાજપના નેતા પર હૂમલો કર્યો, જુઓ CCTV

Text To Speech

અમદાવાદ, 22 ઓગસ્ટ 2024, લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો. એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુવાળા વચ્ચે અગમ્ય કારણોસર અગાઉ બોલાચાલી થઈ હતી. વિજય સુવાળા થોડા દિવસ પહેલાં 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથિયારો લઇને આવ્યો હતો.એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા સહિત 40થી વધુ લોકો વિરુદ્ધમાં નામજોગ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

દિનેશનો સંપર્ક લોકગાયક વિજય સુવાળા સાથે થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ મૂળ ગાંધીનગરના કલોલ તાલુકાના અડીસણા ગામનો રહેવાસી છે. સાત વર્ષ પહેલાં દિનેશનો સંપર્ક લોકગાયક વિજય સુવાળા સાથે થયો હતો.વર્ષ 2020માં વિજય સુવાળ અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુઃખ થયું હતું જેના કારણે તેણે મિત્રતાનો સંપર્ક તોડી નાંખ્યો હતો. ગત જુલાઈ મહિનામાં દિનેશને વિજય સુવાળાએ ફોન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ વારંવાર ફોન કરીને ધમકીઓ આપે રાખી હતી.

પોલીસે વિજય સહિત 50થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
દિનેશના પિતરાઈ ભાઈ ચેતને તેને ફોન કરીને કહ્યું હતું કે, મારા ઉપર બે શખ્સોના ફોન આવ્યા હતા અને દિનેશ ક્યાં છે? તેને જાનથી મારી નાખવાનો છે એમ કહેતા હતા. ત્યાર બાદ જય દેસાઈએ દિનેશને ફોન કર્યો હતો કે, ઓઢવ રિંગ રોડથી 20થી વધુ કાર અને 10થી વધુ બાઇક પર બેસીને લોકો આપણા ઘર તરફ આવી રહ્યા છે. આ ફોન બાદ દિનેશ તેના પિતાની ઓફિસે પહોંચી ગયો હતો. દિનેશ પર હુમલો થાય તે દહેશતથી તેણે ભાગીદાર તેમજ જય સાથે મળીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઓઢવ પોલીસે વિજય સહિત 50થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃભાભરમા સાધ્વીજીની છેડતી મુદ્દે જૈન સમાજના અગ્રણીઓએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી

Back to top button