આયશા ટાકિયાએ ફરી કરાવી સર્જરી? લેટેસ્ટ લૂક જોઈને તમે પણ શૉક થઈ જશો
મુંબઈ- 22 ઑગસ્ટ : હિન્દી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી લીધી અને લોકોના દિલો પર રાજ કર્યું. પરંતુ થોડા વર્ષો પછી તે ગ્લેમરની દુનિયાથી ગાયબ થઈ ગઈ. આ જ અભિનેત્રીઓમાંથી એક ‘ટાર્ઝન’ ગર્લ આયશા ટાકિયા પણ છે. આયેશાએ 13 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ટીવી એડવર્ટાઈઝ અને મોડેલિંગમાં કારકિર્દી બનાવ્યા પછી તેણે ‘ટાર્ઝન’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રી પોતાની પહેલી ફિલ્મથી જ લોકોનું દિલ જીતવામાં સફળ રહી. તેને બેસ્ટ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. પોતાના એક્ટિંગ કરિયરમાં તેણે લગભગ 21 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન ખાન સાથે વોન્ટેડ ફિલ્મમાં ચમકેલી આયેશાએ ઈન્ડસ્ટ્રીમાં સફળ કરિયર શરૂ કર્યા બાદ 23 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતા. આજે આયશા એક દીકરાની માતા છે. લગ્ન અને બાળક થયા બાદ તે લાઈમલાઈટથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. એક સમયે જે આયેશા લોકોનો ક્રશ હતી તે હાલમાં ખૂબ જ બદલાઈ ચૂકી છે.
View this post on Instagram
એક્ટ્રેસને ઓળખવી મુશ્કેલ
તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે બ્લૂ અને ગોલ્ડન રંગની સાડીમાં નજર આવી રહી છે. તેણે ગળામાં મોટો ગોલ્ડનો નેકલેસ પણ પહેર્યો છે. પહેલી વાર જોતા તો એવું જ લાગે કે આ કોણ છે? વીડિયોમાં એક્ટ્રેસને ઓળખવી મુશ્કેલ લાગી રહી છે. ઘણા લોકો તેના નવા લૂક માટે ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તમે પહેલા કેટલા સુંદર હતા, પોતાનો ચહેરો કેમ બરબાદ કરી નાખ્યો? બીજા યૂઝરે લખ્યું કે, આની શું જરૂર હતી? અન્ય એક ચાહકે લખ્યું કે, તમે ટાર્ઝનમાં કંઈક અલગ જ હતા અને અત્યારે કેવા દેખાઈ રહ્યા છો.
37ની ઉંમરમાં એક્ટ્રેસનો નવો લૂક ઘણો શોકિંગ છે
આ વચ્ચે કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે, આયેશા તમે જે છો તેના પર તમને ગર્વ થવો જોઈએ. બીજી તરફ કેટલાકે કહ્યું કે, વિચાર્યું નહોતું કે, તમે આટલા બદલાઈ જશો. આયેશાના ચહેરા પર વધતી ઉંમરની અસર છે કે, પછી આ સર્જરીના કારણે થયું છે તે તો અભિનેત્રી પોતે જ જણાવી શકે છે. હાલમાં 37ની ઉંમરમાં તેનો નવો લૂક થોડોક શોકિંગ તો જરૂર છે.
આ પણ વાંચો : બહુલા ચોથ કે બોળ ચોથનું શું છે મહત્ત્વ? જાણો પૂજાનું મુહૂર્ત