બહુલા ચોથ કે બોળ ચોથનું શું છે મહત્ત્વ? જાણો પૂજાનું મુહૂર્ત
- બહુલા ચોથ સંતાનોની સુરક્ષા માટે ઉજવવામાં આવે છે. મહિલાઓ આ દિવસે ગાયની પૂજા કરે છે. આ ઉપરાંત માટીમાંથી શિવ-પાર્વતી, કાર્તિકેય અને ગણેશજીની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ બહુલા ચોથ તરીકે ઓળખાય છે. તેને કેટલાક લોકો બોળ ચોથ પણ કહે છે. આ તહેવાર સંતાનોની સુરક્ષા માટે ઉજવવામાં આવે છે. મહિલાઓ આ દિવસે ગાયની પૂજા કરે છે. આ ઉપરાંત માટીમાંથી શિવ-પાર્વતી, કાર્તિકેય અને ગણેશજીની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસનું મહત્ત્વ શ્રી કૃષ્ણએ સ્વયં જણાવ્યું છે. એવી માન્યતા છે કે આ ચોથના પ્રતાપથી સંતાનને જીવનમાં સુખ મળે છે.
બહુલા ચોથનું મુહૂર્ત
બહુલા ચોથનું વ્રત કરવાથી બાળકોને સુખ, સફળતા, સંકટોમાંથી મુક્તિ અને સમૃદ્ધિ મળે છે. પંચાંગ અનુસાર, શ્રાવણની ચતુર્થી તિથિ 22 ઓગસ્ટ 2024ના રોજ બપોરે 01.46 વાગ્યાથી શરૂ થઈ છે અને તે બીજા દિવસે 23 ઓગસ્ટ 2024ના રોજ સવારે 10.38 વાગ્યે સમાપ્ત થશે.
બહુલા ચોથ પૂજાનો સમય
બોળ ચોથની પૂજા સાંજે 6.40થી 7.05 સુધી કરવામાં આવશે. ચંદ્રોદયનો સમય રાત્રે 8.51 કલાકે છે.
બહુલા ચોથ શા માટે ઉજવવામાં આવે છે?
શાસ્ત્રોમાં ગાયને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગાયને માતાનો દરજ્જો છે. જે મહિલાઓ ગાયની પૂજા કરે છે, તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ સાથે તેમના સંતાનો પર આવનારી પરેશાનીઓનો પણ નાશ થાય છે. દંતકથા અનુસાર, એકવાર શ્રી કૃષ્ણ સિંહના રૂપમાં બહુલા ગાયની સામે આવી ગયા હતા અને તે પોતાના પ્રાણોની આહૂતિ આપવા તૈયાર થઈ ગઈ. તેણે સિંહને કહ્યું કે તે તેના બાળકને દૂધ પીવડાવ્યા બાદ સ્વયંના પ્રાણની આહૂતિ આપશે. ખોરાકનો ટુકડો બની જશે. ગાયનો વાછરડા પ્રત્યેનો લગાવ જોઈને સિંહે તેને જવા દીધી.
બહુલાની ધર્મનિષ્ઠા અને પ્રતિબદ્ધતા જોઈને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા અને તેમણે બહુલાને આશીર્વાદ આપ્યા કે કળિયુગમાં જે કોઈ તમારી પૂજા કરશે, તેના બાળકો હંમેશા સુખી અને સુરક્ષિત રહેશે.
બહુલા ચોથનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે?
બહુલા ચતુર્થીના દિવસે ગાયના દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. ગાયના વાછરડાનો તેના દૂધ પર અધિકાર સમજવો જોઈએ આખો દિવસ ઉપવાસ કર્યા પછી સાંજે ગાયની પૂજા કરવામાં આવે છે. ગાયને ભોગ ચઢાવવામાં આવે છે અને પૂજા પછી ભોજન કરવામાં આવે છે. આ દિવસે દૂધમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી કરાતું નથી છે.
બહુલા ચોથ પૂજા મંત્ર
या: पालयन्त्यनाथांश्च परपुत्रान् स्वपुत्रवत्।
ता धन्यास्ता: कृतार्थाश्च तास्त्रियो लोकमातर:।।
આ પણ વાંચોઃ જન્માષ્ટમી ક્યારે ઊજવાશે? જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને પારણાનો સમય