ટ્રેન્ડિંગધર્મ

વૃંદાવનની આ જગ્યા પર શ્રીકૃષ્ણ આજે પણ રચાવે છે રાસ, કોઈ શોધી નથી શક્યું રહસ્ય

  • નિધિવન એવું જ એક શહેર છે જેના વિશે એવું માનવામાં આવે છે કે ત્યાં આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ રાસ કરવા આવે છે. આ સ્થળ વૃંદાવનમાં આવેલું છે

HD ન્યુઝ ડેસ્કઃ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે 26 ઓગસ્ટના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી ઘણી વાતો અને રહસ્યો પ્રચલિત છે. નિધિવન એવું જ એક શહેર છે જેના વિશે એવું માનવામાં આવે છે કે ત્યાં આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ રાસ કરવા આવે છે. આ સ્થળ વૃંદાવનમાં આવેલું છે. ઘણા લોકો માને છે કે આજે પણ રાધા કૃષ્ણ આ વનમાં રાસલીલા રચવા આવે છે. આ કારણોસર સાંજે 7- 8 વાગ્યા પછી પરિસરમાં કોઈ પણ પ્રાણી, પક્ષી, ભક્ત અથવા પૂજારીને પ્રવેશવાની મંજૂરી નથી. જાણો નિધિવનમાં કૃષ્ણ લીલા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતોઃ

ઉલ્લેનીય છે કે નિધિવનમાં સાંજ પછી માત્ર મનુષ્ય જ નહીં પશુ-પક્ષીઓનો પડછાયો પણ દેખાતો નથી. લોકોનું કહેવું છે કે સાંજ પડતાં જ પ્રાણીઓ અને પક્ષીઓ અહીંથી ભાગવા લાગે છે. બીજી ખાસ વાત એ છે કે નિધિવનમાં હાજર એક પણ ઝાડ સીધું નથી. અહીં તમામ ઝાડની ડાળીઓ એકબીજા સાથે જોડાયેલી, ગૂંથાયેલી કે ઝૂકેલી જોવા મળશે. આ જગ્યા પર લાગેલા વૃક્ષોની ડાળીઓ ઉપર નહીં, પરંતુ નીચે તરફ વધે છે. નિધિવનમાં તુલસીના છોડ જોડીમાં જ જોવા મળે છે. લોકો માને છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધારાણી રાત્રે રાસલીલા કરે છે, ત્યારે તુલસીના છોડ ગોપીઓમાં પરિવર્તિત થાય છે.

વૃંદાવનની રહસ્યમયી જગ્યા પર શ્રીકૃષ્ણ આજે પણ રચાવે છે રાસલીલા, કોઈ શોધી નથી શક્યું રાઝ hum dekhenge news

કૃષ્ણ માટે ચંદનનો પલંગ શણગારાય છે

સાંજે આરતી કરતા પહેલા રંગમહેલમાં ચંદનનો પલંગ શણગારવામાં આવે છે. માખણ-મિશ્રીનો પ્રસાદ રાખવામાં આવે છે અને પાણીનો જગ પણ રાખવામાં આવે છે. લોકો એવું માને છે કે રાસલીલા કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અહીં આરામ કરવા આવે છે. જ્યારે સવારે મહેલના દરવાજા ખૂલે છે, ત્યારે પથારી વિખરાયેલી હોય છે. પ્રસાદ અને પાણી પણ સેવન કરેલા જોવા મળે છે.

વૃંદાવનની રહસ્યમયી જગ્યા પર શ્રીકૃષ્ણ આજે પણ રચાવે છે રાસલીલા, કોઈ શોધી નથી શક્યું રાઝ hum dekhenge news
રંગમહેલ

નિધિવનના રહેવાસીઓનું માનવું છે કે જે કોઈ રાસલીલા જોવાનો પ્રયત્ન કરે છે તે પાગલ, અંધ કે મૂંગો બની જાય છે. આ બધા દાવાઓને હજુ કોઈ સાચા કે ખોટા સાબિત કરી શક્યું નથી, પરંતુ દુનિયાભરમાંથી લોકો નિધિવનના દર્શન કરવા આવે છે.

આ પણ વાંચોઃ જન્માષ્ટમી નિમિતે જગતમંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો

Back to top button