નેશનલ

કેન્દ્ર સરકારે ડ્રગ્સની સામે ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવી, 30 હજાર કિગ્રા ડ્રગ્સનો કર્યો નાશ

Text To Speech

ડ્રગ્સ સામે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દેખરેખ હેઠળ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ચંદીગઢથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 4 સ્થળોએ 30,000 કિલોથી વધુ જપ્ત કરાયેલ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, સમાજ માટે ડ્રગ્સની હેરાફેરી ખતરો છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને ડ્રગ્સની હેરફેર પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવી જોઈએ. આપણે ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ લગાવીને યુવા પેઢીને બચાવવાની છે. હકીકતમાં, NCB એ 1 જૂનથી ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ શરૂ કરી હતી અને 29 જુલાઈ સુધીમાં 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે NCBએ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર 75,000 કિલો માદક પદાર્થોનો નાશ કરવાનો સંકલ્પ લીધો હતો. શનિવારે 30,468.784 કિલોગ્રામથી વધુ માદક દ્રવ્યોનો નિકાલ કર્યા બાદ કુલ જથ્થો 81,686 કિલોગ્રામની આસપાસ પહોંચી જશે, જે NCBના લક્ષ્યાંક કરતાં પણ વધી જશે. ડ્રગ મુક્ત ભારતની લડાઈમાં આ એક મોટી ઉપલબ્ધિ હશે.

Back to top button