ટ્રેન્ડિંગધર્મ

રાહુના કુંભ ગોચરથી સોનાની જેમ ચમકશે આ ત્રણ રાશિનું ભાગ્ય

Text To Speech
  • રાહુની શુભ સ્થિતિને કારણે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે. રાહુના શુભ પાસાંથી જીવન કોઈ વરદાનથી ઓછું નહીં લાગે. ચાલો જાણીએ રાહુના કુંભ ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે

 HD ન્યુઝ ડેસ્કઃ રાહુને એક માયાવી ગ્રહ માનવામાં આવે છે, જે ધીમી ગતિમાં રાશિ પરિવર્તન કરે છે. રાહુ પણ કેતુ અને શનિની જેમ ધીમી ગતિમાં ગોચર કરે છે. હાલમાં રાહુ મીન રાશિમાં બેઠો છે. ગયા વર્ષે રાહુએ ઓક્ટોબરના અંતમાં ગુરુની રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે રાહુ આગામી વર્ષ 2025ના મે મહિનામાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. 18 મેના રોજ રાહુ શનિની કુંભ રાશિમાં ગોચર કરશે અને લગભગ 18 મહિના સુધી ત્યાં રહેશે. રાહુની શુભ સ્થિતિને કારણે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે. રાહુના શુભ પાસાંથી જીવન કોઈ વરદાનથી ઓછું નહીં લાગે. ચાલો જાણીએ રાહુના કુંભ ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે.

રાહુના કુંભ ગોચરથી સોનાની જેમ ચમકશે આ ત્રણ રાશિનું ભાગ્ય hum dekhenge news

મેષ (અ,લ,ઈ)

રાહુનું કુંભ રાશિમાં ગોચર મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. રાહુના રાશિ પરિવર્તન બાદ તમારે સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે નહીં. તમને બિઝનેસ સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે અને આર્થિક લાભની શક્યતાઓ પણ છે. તમને કોઈ જૂનો મિત્ર પણ મળી શકે છે.

ધન (ભ,ધ,ફ,ઢ)

શનિની રાશિમાં રાહુનું ગોચર ધન રાશિના લોકોનો ભાગ્યોદય કરશે. વેપારની સ્થિતિ મજબૂત રહેશે. કોઈ સારી ડીલ પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ માનવામાં આવે છે. ધન આગમનની પણ શક્યતાઓ છે. તમારા આરોગ્યનું ધ્યાન રાખો અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવો.

કન્યા (પ,ઠ,ણ)

શનિની રાશિમાં રાહુનું ગોચર કન્યા રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. જીવનમાં આવી રહેલી તકલીફો દૂર થવા લાગશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા જીવનસાથી સાથે શાંતિપૂર્ણ પળો પસાર કરશો. તમારી હેલ્થ સારી રહેશે. તમે લાંબી યાત્રા પર જઈ શકો છો.

આ પણ વાંચોઃ બુધની રાશિમાં મંગળની એન્ટ્રી, 26 ઓગસ્ટથી 3 રાશિઓ પર ધન વર્ષા

Back to top button