ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોંબની ધમકીથી અફરાતફરી, તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

  • મુંબઈથી તિરુવનંતપુરમ જતી ફ્લાઈટને સુરક્ષા તપાસ માટે વિમાનને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી

કેરળ, 22 ઓગસ્ટ: મુંબઈથી તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા તપાસ માટે પ્લેનને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી અને અને તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્લેનમાં બોંબની ધમકી સવારે 7.30 વાગ્યે આપવામાં આવી હતી. છ મિનિટ બાદ સમગ્ર એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી. આ પછી, તમામ મુસાફરોને બહાર કાઢીને વિમાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં કંઈ મળ્યું ન હતું. આ દરમિયાન કોઈને ઈજા કે કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એરપોર્ટ પર તમામ સેવાઓ પહેલાની જેમ જ રાબેતા મુજબ ચાલી રહી છે.

 

ધમકી કોણે અને કેવી રીતે આપી તે અંગે હજુ તપાસ ચાલુ

એરપોર્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે, ફોન કોલ દ્વારા આ ખોટી માહિતી આપવામાં આવી હતી. આ એક હોક્સ કોલ છે, પરંતુ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટને આઇસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી અને સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી, તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. પ્લેન તિરુવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે પાયલટે બોંબની ધમકી વિશે જાણ કરી. વિમાનમાં 135 મુસાફરો સવાર હતા. ધમકી કોણે અને કેવી રીતે આપી તે અંગે હજુ સુધી માહિતી મળી નથી.

 દિલ્હીની ઘણી હોસ્પિટલોને પણ મળી હતી બોંબની ધમકી

એઈમ્સ અને સફદરજંગ સહિતની અનેક હોસ્પિટલો અને દિલ્હીના એક મોલને મંગળવારે 20 ઓગસ્ટના રોજ બોંબની ધમકીના ઈમેલ મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઈમેલમાં AIIMS, સફદરજંગ, અપોલો, મૂળચંદ, મેક્સ અને સર ગંગારામ હોસ્પિટલ સહિત લગભગ 50 સરકારી-ખાનગી હોસ્પિટલોની યાદી હતી. બપોરે 12:04 વાગ્યે મોકલવામાં આવેલ ઈમેલમાં લખ્યું હતું કે, “અમે તમારી બિલ્ડીંગની અંદર ઘણા વિસ્ફોટકો લગાવ્યા છે. જેને કાળી બેગમાં રાખવામાં આવ્યા છે. આ બોમ્બ થોડા કલાકોમાં વિસ્ફોટ થવાનો છે. તમે લોહીલુહાણ થઈ જશો, તમારામાંથી કોઈ જીવવાને લાયક નથી. બિલ્ડિંગમાં રહેલ દરેક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવશે. આજે તમારો પૃથ્વી પરનો છેલ્લો દિવસ હશે.” ઈમેલમાં દાવો કરવામાં આવ્યો કે ”આ હત્યાકાંડ પાછળ ‘કોર્ટ’ નામનું એક ગ્રુપ છે.” તેમાં લખવામાં આવ્યું કે, ”અમે આતંકનો ફેલાવો કરીશું. ગ્રુપનું નામ સમાચાર સંગઠનોને આપો.” એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ધમકીભર્યા ઈમેલની પેટર્ન હોસ્પિટલ, શાળા, યુનિવર્સિટી અને અન્ય સરકારી બિલ્ડીંગને મોકલવામાં આવેલા ઈમેલ જેવી જ છે જેમાં મેસેજ મોકલનાર વ્યક્તિએ ઈમેલમાં તારીખનો ઉલ્લેખ કર્યો નથી.

આ પણ જૂઓ: Starbucksના નવા CEO જેટથી જશે ઓફિસ, ઘરથી 1600 કિમીનું છે અંતર

Back to top button