ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

‘બુમરાહ પહેલા કરતા પણ વધુ ખતરનાક’ ભારત સામેની સીરીઝ પહેલા કીવી કેપ્ટનનું મોટું નિવેદન

  • 16 ઓક્ટોબરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે

નવી દિલ્હી, 22 ઓગસ્ટ: ન્યૂઝીલેન્ડની ટીમ સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારતમાં અફઘાનિસ્તાન સામે એક મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પછી, યજમાન ટીમ 16 ઓક્ટોબરથી ભારતીય ટીમ સામે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણી રમશે, જેમાં જસપ્રીત બુમરાહ તેમના માટે મોટો ખતરો બની શકે છે. ત્યારે હાલ ભારત આવેલા કીવી ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ સાઉથીએ મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના વખાણ કર્યા હતા. સાઉથીએ કહ્યું હતું કે, જ્યારથી બુમરાહ ઈજામાંથી રિકવર થઈને પાછો ફર્યો છે ત્યારથી તે વધુ ખતરનાક બોલર બની ગયો છે. પીઠની ઈજામાંથી સાજા થયા બાદ આ રીતે પરત ફરવું કોઈ માટે સરળ કામ નથી.

 

ન્યૂઝીલેન્ડ કેપ્ટન ટીમ સાઉથીએ બૂમરાહના વખાણ કર્યા 

સપ્ટેમ્બર 2022માં ક્રિકેટર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે લગભગ એક વર્ષ સુધી મેદાનની બહાર હતો. સંપૂર્ણપણે ફિટ થયા પછી, બુમરાહે ઓગસ્ટ 2023માં આયર્લેન્ડના પ્રવાસ પર યોજાયેલી T20 શ્રેણી દ્વારા પુનરાગમન કર્યું હતું. ત્યારથી, બુમરાહે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે ટિમ સાઉથીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન નિવેદન આપતાં કહ્યું હતું કે સૌથી પહેલા તો, મોટી ઈજા થયાં બાદ વાપસી કરવી બિલકુલ સરળ કામ નથી. બુમરાહ હવે પહેલા કરતા પણ સારો બની ગયો છે. આ સિવાય ત્રણેય ફોર્મેટમાં રમવું કોઈપણ બોલર માટે આસાન કામ નથી, પરંતુ બુમરાહ તેને ખૂબ જ સરળતાથી કરતો જોવા મળે છે. આની પાછળનું સૌથી મોટું કારણ તેમનો પહેલા કરતાં વધુ અનુભવ મેળવવો હોઈ શકે છે.

બુમરાહ તેની રમતને સારી રીતે સમજે છે: ન્યૂઝીલેન્ડ કેપ્ટન

જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતા ટિમ સાઉથીએ વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે તે તેની રમતને વધુ સારી રીતે સમજે છે, તેથી જ તે હવે વધુ ખતરનાક બોલર દેખાઈ રહ્યો છે.” મહત્ત્વપૂર્ણ છે કે, બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ સીરીઝ રમ્યા બાદ ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે, જેની શરૂઆત 16 ઓક્ટોબરથી બેંગલુરુ ટેસ્ટ મેચથી થશે, જ્યારે બીજી મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે જ્યારે શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે.

આ પણ જૂઓ: એડમ ગિલક્રિસ્ટે પસંદ કર્યા ક્રિકેટની દુનિયાના 3 શ્રેષ્ઠ વિકેટકીપર, જૂઓ કોને મળ્યું સ્થાન

Back to top button