ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Badlapur Sexual Abuse/ ‘શું હવે FIR નોંધાવા વિરોધ કરવો પડશે?’:  રાહુલ ગાંધી 

Text To Speech

નવી દિલ્હી, 21 ઓગસ્ટ : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે કોલકાતામાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરમાં બે છોકરીઓના યૌન શોષણની ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, “પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર બાદ હવે મહારાષ્ટ્રમાં પણ દીકરીઓ પર આચરવામાં આવતા શરમજનક અપરાધો આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે સમાજ તરીકે ક્યાં જઈ રહ્યા છીએ?”

આ ઘટના પર તીક્ષ્ણ પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે બદલાપુરમાં આ ઘૃણાસ્પદ અપરાધ પછી, જ્યાં સુધી લોકો ‘ન્યાયની માંગણી’ માટે રસ્તા પર ઉતરી ન આવ્યા ત્યાં સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, “શું એફઆઈઆર નોંધવા માટે પણ વિરોધ કરવાની જરૂર પડશે? પીડિતો માટે પોલીસ સ્ટેશન પહોંચવું કેમ આટલું મુશ્કેલ બની ગયું છે?”

ન્યાય આપવા કરતાં ગુનાઓ છુપાવવાના વધુ પ્રયાસો કરવામાં આવે છે

રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજકાલ ન્યાય આપવાને બદલે ગુનાઓને છુપાવવાના વધુ પ્રયાસો કરવામાં આવે છે અને આનો સૌથી મોટો ભોગ મહિલાઓ અને સમાજના નબળા વર્ગના લોકો છે. એફઆઈઆર ન નોંધવાથી માત્ર પીડિતોને નિરાશ થાય છે પરંતુ ગુનેગારોને પણ પ્રોત્સાહન મળે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ સરકારો, નાગરિકો અને રાજકીય પક્ષોએ ગંભીરતાથી વિચારવું જોઈએ કે સમાજમાં મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવા માટે શું પગલાં લઈ શકાય. તેમણે કહ્યું કે ન્યાય એ દરેક નાગરિકનો અધિકાર છે અને તેને પોલીસ અને વહીવટીતંત્રની ‘ઈચ્છા’ પર નિર્ભર છોડી શકાય નહીં.

આ પણ વાંચો :આંધ્રપ્રદેશની ફાર્મા કંપનીના કેમિકલ રિએક્ટરમાં બ્લાસ્ટ, 18 ઘાયલ

Back to top button