કોમનવેલ્થ ગેમ્સ 2022 શનિવારનો દિવસે ભારતે મેડલ સાથે શરૂઆત કરી છે. ભારત તરફથી સંકેત મહાદેવ સરગરે દેશને CWG-2022 માં પ્રથમ મેડલ મળ્યો છે. 21 વર્ષીય સંકેત મહાદેવ સરગરે 55 કિગ્રા વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.
આ પણ વાંચો : કોમનવેલ્થ ગેમ્સ બીજા દિવસનું શિડ્યૂલઃ મીરાબાઈ ચાનુ પાસેથી ગોલ્ડ મેડલની આશા, લોવલિના બોર્ગોહેન પર સૌની નજર
સંકેતે પહેલા જ પ્રયાસમાં 107 કિલો વજન ઉપાડ્યું છે. તે જ સમયે બીજા પ્રયાસમાં, તેણે વધુ તાકાત બતાવી અને 111 કિલો વજન ઉપાડ્યું હતુ. આ સાથે તેનો ત્રીજો પ્રયાસ પણ ઘણો સફળ રહ્યો હતો અને તેમાં તેણે 112 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. તે સ્નેચમાં નંબર 1 બની ગયો છે.
Exceptional effort by Sanket Sargar! His bagging the prestigious Silver is a great start for India at the Commonwealth Games. Congratulations to him and best wishes for all future endeavours. pic.twitter.com/Pvjjaj0IGm
— Narendra Modi (@narendramodi) July 30, 2022
જોકે ગોલ્ડ મેડલ જીતવા માટે તેમણે ક્લીન એન્ડ જર્કમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી હતુ અને પ્રથમ પ્રયાસમાં 138 કિગ્રાનું વજન લિફ્ટ કરી દાવેદારી પ્રબળ કરી હતીપરંતુ બીજા પ્રયાસમાં તેઓ નિષ્ફળ રહ્યાં હતા અને ઈજા પર પહોંચી હતી અને ઈજાને કારણે ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. સામે પક્ષે મલેશિયાના વેઈટ લિફ્ટર બિન કાસદાને 142 કિગ્રાનું વજન સફળતાપૂર્વક ઉપાડીને ગોલ્ડ પોતાના નામે કર્યો છે.
CWG-2022 : સંકેત સરગમ કોમનવેલ્થ ગેમ્સ-2022 માં 55 કિલો વેટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો#CommonwealthGames2022 #SanketSargar #silvermedal #weightlifting #Indian #CWG22 #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/p2YpDgDe7Z
— Hum Dekhenge News (@humdekhengenews) July 30, 2022
સંકેતના સિલ્વર મેડલ સાથે આ ટૂર્નામેન્ટમાં ભારતના મેડલ ટેબલમાં ખાતું ખૂલ્યું છે. આજના દિવસે ભારત પાસે ગોલ્ડ મેડલ જીતવાની હજી એક તક છે જેમાં પુરુષ 61 કિગ્રા ફાઈનલ કેટેગરીમાં ભારત તરફથી ગુરુરાજા દાવો રજૂ કરશે. આ મેચ 4:15 PMથી શરૂ થશે.