ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વરસાદ અને ગરમીની આગાહી, જાણો કયા કેવુ રહેશે વાતાવરણ

Text To Speech
  • અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે
  • દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે
  • સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે

ગુજરાતમાં વરસાદ અને ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં પવનોની દિશા બદલાતા ગરમી-ઉકળાટ વચ્ચે વરસાદ આવશે. ત્યારે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. ભર ચોમાસામાં ગરમીનો 2 દિવસ વર્તારો રહેશે. તેમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવશે. જેમાં રાજ્યમાં બે દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે.

સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે

સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. જેમાં રાજ્યમાં ભર ચોમાસે 2 દિવસ ગરમીનો વર્તારો રહેશે. પવનોની દિશા બદલાતા ગરમી-ઉકળાટ રહેશે. રાજ્યમાં બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ વલસાડ, નવસારીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે.

વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે

વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિત વરસાદી માહોલ રહેશે. વલસાડના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. લાંબા વિરમબાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. સેલવાસના ટોકરખાડા અને સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. આમ થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. નવસારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો. શહેરમાં આવેલા કબીરપોર કાલિયાવાડી, જુનાથાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં પ્રસરી ઠંડક છે.

Back to top button