ટ્રેન્ડિંગમનોરંજન

સોનમ કપૂરનો દિકરો વાયુ બે વર્ષનો થયો, શેર કર્યો ક્યૂટ વીડિયો

  • સોનમ કપૂરનો દિકરો વાયુ આજે બે વર્ષનો થયો છે. આ અવસરે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વીડિયો અને સાથે હ્રદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે. જેને લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે

20 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડની ફેશનિસ્ટા સોનમ કપૂરના પુત્ર વાયુનો આજે બીજો જન્મદિવસ છે. અભિનેત્રીએ 20 ઓગસ્ટ, 2022ના રોજ દિકરાને જન્મ આપ્યો હતો. આ અવસરે સોનમે સોશિયલ મીડિયા પર દિકરા વાયુનો એક ક્યુટ વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાની મધરહુડ જર્ની અંગે વાત કરી છે અને દિકરા માટેની લાગણીઓ પણ જાહેર કરી છે. સોનમના ભાઈ-બહેનોએ પણ વાયુ માટે શેર કરેલી જન્મદિવસની નોટ પર પ્રતિક્રિયા આપી છે અને ઘણા ચાહકોએ પણ ટિપ્પણી કરી છે અને વાયુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

સોનમ કપૂરના પુત્ર વાયુનો આજે જન્મદિવસ

સોનમે ઈન્સ્ટાગ્રામ પર વાયુનો જે વીડિયો શેર કર્યો છે તેમાં તે સ્લો મોશનમાં દોડતો જોઈ શકાય છે. વાયુએ સફેદ શર્ટ અને બેજ પેન્ટ પહેર્યું છે, જેમાં સ્ટાર કિડ એકદમ શાનદાર લાગી રહ્યો છે. જો કે આ દરમિયાન અભિનેત્રીએ એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું કે તેમાં વાયુનો ચહેરો ન દેખાય. સોનમે અત્યાર સુધી પોતાના પુત્રનો ચહેરો ચાહકોને બતાવ્યો નથી અને તેણે આ વીડિયોમાં પણ તેનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)

સોનમ કપૂરે પોતાની પોસ્ટમાં શું લખ્યું?

વીડિયો શેર કરતી વખતે સોનમે લખ્યું છે કે, ‘મારો દિકરો આજે 2 વર્ષનો થઈ ગયો છે. અમારા પ્રિય, અનમોલ વાયુને બીજા જન્મદિવસની શુભેચ્છાઓ! તારી માતા બનવું એ મને મળેલી સૌથી મોટી ભેટ છે. તેં અમારા જીવનને ખુશીઓ, હાસ્ય અને ઘણાં આશ્ચર્યથી ભરી દીધું છે. તારી સાથેનો દરેક દિવસ જિજ્ઞાસા, સકારાત્મક સ્મિત અને પ્રેમથી ભરેલો છે. તું અમારી દુનિયામાં રોશની અને ખુશીઓ લાવ્યો છે જેના કારણે દરેક ક્ષણ અને દરેક સંબંધ વધુ સુંદર અને મજબૂત બન્યા છે.

તારા પિતા અને મારા વચ્ચેનો પ્રેમ ગાઢ બનાવ્યોઃ સોનમ

સોનમે આગળ લખ્યું છે કે તેં તારા પપ્પા અને મારા વચ્ચેના પ્રેમને એ રીતે ગાઢ બનાવ્યો છે જેની અમે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. તું એ દરેક માટે અનફિલ્ટર્ડ ખુશી લાવ્યો છું જે તને પ્રેમ કરે છે. તારી નાની અને નાના, દાદા અને બાબા, કા માસા, માસી, અંકી ચાચુ અને હર્ષ મામુ, તારી પ્રેમાળ સ્પિરિટ અને પ્લેફુલ એનર્જી અમારા પરિવારને પૂર્ણ કરે છે. અમે બધા તને મેળવીને ખૂબ ભાગ્યશાળી અનુભવીએ છીએ.

સોનમે વાયુને પોતાની ખુશીનો સ્ત્રોત ગણાવ્યો

‘વાયુ, તુ અમારો સૂર્યપ્રકાશ, અમારું સંગીત, અમારો નાનકડા જીનિયસ અને અમારી ખુશીનો અંતહીન સોર્સ છે. અમે તને શબ્દો કરતાં વધુ પ્રેમ કરીએ છીએ. તારા દ્વારા અમને જે અદ્ભૂત વસ્તુઓની ભેટ મળે છે તેની અમે વધુ રાહ જોઈ શકતા નથી. અભિનેત્રીની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને યુઝર્સ વાયુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચોઃ હત્યારાની શોધમાં નીકળી કરીના કપૂર! મર્ડર-મિસ્ટ્રી અને થ્રિલથી ભરપૂર છે ‘ધ બકિંગહામ મર્ડર્સ’

Back to top button