ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું’ પોતાના મૃત્યુની અફવાઓ પર ભડક્યા શ્રેયસ તલપડે

  • શ્રેયસ તલપડેએ પોતે પ્રતિક્રિયા આપી અને લોકોને આવી નુકશાનકારક અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી 

મુંબઈ, 20 ઓગસ્ટશ્રેયસ તલપડે વિશે સોમવારે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવા લાગી કે અભિનેતાનું અવસાન થઈ ગયું છે. આ અફવાઓએ બધાને ચોંકાવી દીધા. અભિનેતાના કેટલાક ચાહકોએ આ અફવાઓને સાચી માની અને એકદમ ભાવુક થઈ ગયા. આ અફવાઓ જોઈને શ્રેયસ તલપડે પોતે પણ ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા. સોમવારે બપોરે એવી અફવા ફેલાઈ હતી કે, શ્રેયસ તલપડે હવે આ દુનિયામાં રહ્યા નથી, જેના પર અભિનેતાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને લોકોને આવી નુકશાનકારક અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Shreyas Talpade (@shreyastalpade27)

શ્રેયસ તલપડેની નેટીઝન્સને અપીલ

શ્રેયસ તલપડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લખ્યું છે કે, તે જીવિત, ખુશ અને સ્વસ્થ છે.  તેમણે તેમના મૃત્યુની અફવાઓ પર પોતાનો ગુસ્સો અને ઉદાસી પણ વ્યક્ત કરી હતી અને કેવી રીતે આ અફવાઓ ક્યારેક ખૂબ જ પરેશાન કરે છે અને વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. તેમણે લખ્યું કે, કેટલીકવાર તે મજાક તરીકે શરૂ થાય છે, પરંતુ જેના વિશે આ અફવાઓ ફેલાવવામાં આવે છે, તે વ્યક્તિના પરિવાર માટે ચિંતા અને તણાવનું કારણ બની જાય છે

શ્રેયસ તલપડે મૃત્યુની અફવાથી ગુસ્સે થયાં

શ્રેયસ તલપડેએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘પ્રિય સૌ, હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું. મને મારા નિધનનો દાવો કરતી એક વાયરલ પોસ્ટ વિશે જાણવા મળ્યું છે. જ્યારે મને તેમ લાગે છે કે મજાકનું પોતાનું સ્થાન હોય છે, પરંતુ જ્યારે તેનો દુરુપયોગ થાય છે, ત્યારે તે વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. જેની શરૂઆત મજાકથી થાય છે તે હવે બિનજરૂરી ચિંતા પેદા કરી રહ્યું છે અને એવા લોકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યું છે જે મારી કાળજી રાખે છે, ખાસ કરીને મારો પરિવાર.

મૃત્યુની અફવાથી દીકરી પરેશાન થઈ ગઈઃ શ્રેયસ

આ પછી શ્રેયસ તલપડેએ પણ પોતાની દીકરી પર આ અફવાઓની અસર વિશે જણાવ્યું. પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું કે, ‘મારી નાની દીકરી, જે દરરોજ સ્કૂલે જાય છે, તે પહેલાથી જ મારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને સતત પ્રશ્નો પૂછે છે અને તેવો આશ્વાસન ઈચ્છે છે કે હું ઠીક છું. આ ખોટા સમાચાર તેના ડરને વધારે છે, તેને તેના સાથીદારો અને શિક્ષકો તરફથી વધુ પ્રશ્નોનો સામનો કરવાની ફરજ પાડે છે, એવી લાગણીઓ ઉશ્કેરે છે જેને અમે કુટુંબ તરીકે મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

પરિવાર પર તેની ખરાબ અસર પડે છેઃ શ્રેયસ

શ્રેયસ તલપડે કહ્યું કે, ‘હું તે તમામ લોકોને અપીલ કરું છું કે જેઓ આ અફવાનો પ્રચાર કરી રહ્યા છે તેની અસરને સમજે અને તેને બંધ કરે. ઘણા લોકોએ મારી સુખાકારી માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી છે અને તે નિરાશાજનક છે કે મજાકનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે જે લાગણીઓને ઠેસ પહોંચાડે છે, મારા પ્રિયજનોને અસ્વસ્થ કરી શકે છે અને અમારા જીવનમાં ખલેલ પહોંચાડે છે. જ્યારે તમે આવી અફવાઓ ફેલાવો છો, ત્યારે તે માત્ર તે વ્યક્તિને જ અસર કરતું નથી કે જેના વિશે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ તેના પરિવારને, ખાસ કરીને નાના બાળકોને પણ તકલીફ થાય છે, જેઓ તેને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી અને ભાવનાત્મક રીતે આઘાત અનુભવે છે.

શ્રેયસ તલપડેએ આગળ શું કહ્યું?

આ સાથે જ શ્રેયસે આ અફવા પછી તેની તબિયત વિશે પૂછનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. શ્રેયસે આગળ લખ્યું કે, ‘આ મુશ્કેલ સમયમાં જેમણે મારી સાથે વાત કરી તે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમારી ચિંતા અને પ્રેમ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મારી પાસે ટ્રોલ્સ માટે એક સરળ વિનંતી છે – કૃપા કરીને થોભો.

આ પણ જૂઓ: યોદ્ધાના અવતારમાં છવાયો વિક્કી કૌશલ, છાવાના ટીઝરની સાથે મોટી જાહેરાત

Back to top button