ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના આ વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા વકરી, પિક અવર્સમાં વાહનચાલકોની હાલત ખરાબ

  • ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સમસ્યાનું નિરાકરણ લાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
  • અગાઉ પૂર્વ વિસ્તારના 9 જંકશનો પર પીક અવર્સમાં દરમિયાન સર્વિસ રોડ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો
  • આડેધડ પાર્કિંગ, રિક્ષાઓનો અડિંગો અને ગેરકાયદેસર દબાણો ટ્રાફ્કિ થવાના મુખ્ય કારણો હોવાની લોકોની ફરિયાદો

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા વકરી છે. પિક અવર્સમાં વાહનચાલકોની હાલત ખરાબ થઇ છે. નરોડા, કાલુપુર, સીટીએમ સહિત પૂર્વ વિસ્તારના 10 જંક્શનો પર ટ્રાફિકની સમસ્યા કાયમી છે. આડેધડ પાર્કિંગ, રિક્ષાઓનો અડિંગો અને ગેરકાયદેસર દબાણો ટ્રાફ્કિ થવાના મુખ્ય કારણો હોવાની લોકોની ફરિયાદો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે જાણો શું છે વરસાદની આગાહી 

અગાઉ પૂર્વ વિસ્તારના 9 જંકશનો પર પીક અવર્સમાં દરમિયાન સર્વિસ રોડ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો

તેમ છતા 10થી વધુ જંકશનો પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ રહે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે. ટ્રાફિક જામ પાછળનામુખ્ય કારણો આડેધડ પાર્કિંગ, રિક્ષાઓનો અડિંગો અને ગેરકાયદેસર દબાણો હોવાનું લોકોનું કહેવું છે. મોટાભાગે પૂર્વમાં નારોલથી લઇને નરોડા સુધીના રોડ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ઉપરાંત રિંગ રોડ પર પણ ટ્રાફિક જામ થાય છે. જોકે, ટ્રાફિક પોલીસે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે એક વર્ષ અગાઉ પૂર્વ વિસ્તારના 9 જંકશનો પર પીક અવર્સમાં દરમિયાન સર્વિસ રોડ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઘટી હતી. તેમ છતા 10થી વધુ જંકશનો પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ રહે છે.

ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સમસ્યાનું નિરાકરણ લાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

કાલુપુર રેલવે સ્ટેશન, કાલુપુર સર્કલ, સારંગપુર, પાનકોરનાકા તથા જમાલપુર વિસ્તારમાં રિક્ષાચાલકોને કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા રહે છે. જે મામલે પોલીસે રિક્ષાચાલકો સામે હવે લાલ આંખ કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સીટીએમ, જશોદાનગર, મણિનગર ક્રોસિંગ, કાલુપુર, જમાલપુર, હાટકેશ્વર સર્કલ, નરોડા પાટિયા, એસપી રિંગ રોડ પર નિકોલથી વસ્ત્રાલ વચ્ચે, લાલદરવાજા સહિત 10થી વધુ જંકશનો પર હાલમાં પણ ભારે ટ્રાફ્કિ થાય છે. જેમાં સર્વિસ રોડ પર પણ ગેરકાયદેસર લારી ગલ્લા અને પાથરણાવાળા પથારો પાથરીને બેસતા હોવાથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. આટલું જ નહીં, કેટલાક સિગ્નલો બંધ હોવાથી અને ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિક પોલીસ ન હોવાથી વાહનચાલકો આડેધડ વાહન હંકારતા પણ નજરે પડે છે. જોકે, ટ્રાફિક પોલીસ પણ થોડા દિવસો ડ્રાઇવ યોજીને સંતોષ માની લે છે. મહત્વનું છે કે વધતી જતી વાહનોની સંખ્યા અને સાંકડા રસ્તા પણ ટ્રાફિક જામની સમસ્યા પાછળનું પરિબળ છે. ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સમસ્યાનું નિરાકરણ લાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Back to top button