‘અત્યારે નહિ તો ક્યારે’ કોલકાતા કાંડ પર હરભજન ગુસ્સે થયો; મમતા બેનર્જીને લખ્યો પત્ર
કોલકત્તા- 18 ઓગસ્ટ : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. હવે આ સમગ્ર મામલે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ હરભજન સિંહનું નિવેદન આવ્યું છે. ભજ્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને પીડિતને ન્યાય મળવામાં વિલંબને લઈને ‘ઊંડું દુઃખ’ વ્યક્ત કર્યું છે.
વિનંતી છે કે જલદી કાર્યવાહી કરો
હરભજન સિંહે આ લેટર પોતાના x પર શેર કર્યો છે, ‘કોલકત્તા રેપ- મર્ડર કેસની પીડિતાને ન્યાયમાં વિલંબ થવા પર ઊંડી વેદના સાથે, આ ઘટનાએ આપણા બધાના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. મેં પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બંગાળના રાજ્યપાલને હૃદયપૂર્વક વિનંતી કરી છે. તેઓને ઝડપથી અને નિર્ણાયક રીતે કાર્ય કરવા વિનંતી કરવામાં આવે છે.
With deep anguish over delay in justice to the Kolkata rape and murder victim, the incident which had shaken the conscience of all of us, I have penned a heartfelt plea to the Hon’ble Chief Minister of West Bengal , Ms. @MamataOfficial Ji and Hon’ble @BengalGovernor urging them… pic.twitter.com/XU9SuYFhbY
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 18, 2024
હરભજન કહે છે, ‘મહિલાઓની સુરક્ષા અને ગૌરવ સાથે બાંધછોડ કરી શકાય નહીં. આ જઘન્ય અપરાધના ગુનેગારો પર કડક કાયદાઓ લાગુ કરો અને સજા અનુકરણીય હોવી જોઈએ. તો જ આપણે આપણી સિસ્ટમમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકીશું અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તેની ખાતરી કરી શકીશું. ઉપરાંત, આપણે એક એવો સમાજ બનાવી શકીએ છીએ જ્યાં દરેક સ્ત્રી સુરક્ષિત અને સંરક્ષિત અનુભવે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ – જો અત્યારે નહીં, તો ક્યારે? મને લાગે છે કે, હવે પગલાં લેવાનો સમય આવી ગયો છે.
હરભજને મમતા બેનર્જીને લખેલા બે પાનાના પત્રમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ અને ભારતના નાગરિકોને સંબોધિત કર્યા. હરભજને પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘હિંસાના આ અકલ્પનીય કૃત્યથી આપણા બધાના અંતરાત્માને હચમચાઈ નાખ્યો છે. આ માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ જઘન્ય અપરાધ નથી, પરંતુ આપણા સમાજની દરેક મહિલાની ગરિમા અને સુરક્ષા પર ગંભીર હુમલો છે. “આ આપણા સમાજમાં ઊંડા મૂળમાં રહેલા મુદ્દાઓનું પ્રતિબિંબ છે અને અધિકારીઓ દ્વારા પ્રણાલીગત પરિવર્તન અને પગલાંની તાત્કાલિક જરૂરિયાતનું સ્પષ્ટ રીમાઇન્ડર છે.”
‘એક અઠવાડિયા કરતાં વધુ સમય વીતી ગયો…’
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘આ પ્રકારની ક્રૂરતા એક તબીબી સંસ્થાના પરિસરમાં થઈ હતી, જે સારવાર અને જીવન બચાવવા માટે સમર્પિત સ્થળ છે. આ તદ્દન આઘાતજનક અને અસ્વીકાર્ય છે. એક અઠવાડિયા કરતાં વધુ સમય વીતી ગયો છે અને અમને હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા મળી નથી, જેના કારણે ડૉકટરો અને તબીબી સમુદાયને શેરીઓમાં વિરોધ કરવો પડ્યો છે. તબીબી સમુદાય પહેલેથી જ પડકારજનક સંજોગોમાં કામ કરી રહ્યો છે. આવી ઘટનાઓ પછી આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે તેઓ સમર્પણ સાથે તેમની ફરજો બજાવે જ્યારે તેમની પોતાની સલામતી આટલી ગંભીર રીતે જોખમમાં હોય.
આ પણ વાંચો : અમિત શાહે 188 પાકિસ્તાની હિંદુઓને આપી નાગરિકતા, જૂઓ વીડિયો શું કહ્યું CAA મામલે?