અમિત શાહે 188 પાકિસ્તાની હિંદુઓને આપી નાગરિકતા, જૂઓ વીડિયો શું કહ્યું CAA મામલે?
નવી દિલ્હી – 18 ઓગસ્ટ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે (18 ઓગસ્ટ 2024) CAA હેઠળ 188 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરી હતી. આ દરમિયાન તેમણે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું, “જ્યારે બાંગ્લાદેશમાં વિભાજન થયું ત્યારે ત્યાં 27 ટકા હિંદુઓ હતા, આજે 9 ટકા છે. આટલા બધા હિંદુઓ ક્યાં ગયા? પડોશી દેશમાંથી હિંદુ કયા ગયા. અમે 2019માં CAA લાવ્યા હતા. CAAને કારણે, કરોડો હિન્દુ, જૈન અને શીખ ધર્મના લોકોને નાગરિકતા મળશે.
Ahmedabad: Union Home Minister Amit Shah hands over citizenship certificates under the Citizenship Amendment Act pic.twitter.com/imWYEdAL55
— IANS (@ians_india) August 18, 2024
અમિત શાહે વધુમાં કહ્યું કે CAA વિશે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા હતા. CAA કાયદો કોઈની નાગરિકતા છીનવી શકતો નથી. કેટલીક રાજ્ય સરકારો CAA વિશે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ઈન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસ CAAને લઈને શરણાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah says, “From today, refugees in Gujarat will be considered part of Bharat Mata’s family… The CAA is not a program for granting citizenship to millions residing in the country. It is a program to provide justice and rights to… pic.twitter.com/YAU05XxZvh
— IANS (@ians_india) August 18, 2024
‘PM મોદી પરિવારવાદ સામે લડી રહ્યા છે’
અમિત શાહે પોતાના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીના સારા કામોને પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પરિવારવાદ સામે લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ જાતિવાદ ખતમ કર્યો છે. ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિર તોડી પાડ્યું હતું, પરંતુ મોદીએ તેનું પુનઃ નિર્માણ કર્યું. નરેન્દ્ર મોદીજીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી. નરેન્દ્ર મોદીએ તુષ્ટિકરણનો અંત લાવ્યો છે.
તુષ્ટિકરણની નીતિને કારણે કોંગ્રેસે પોતાનું વચન પાળ્યું નથી.
અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અને તેના સહયોગીઓની તુષ્ટિકરણની નીતિને કારણે આઝાદી બાદ પડોશી દેશોમાંથી આવેલા હિન્દુઓ, બૌદ્ધો અને શીખ પીડિતોને ન્યાય મળ્યો નથી. વચન પછી પણ આ લોકોને ભારતીય નાગરિકતા મળી નથી. નરેન્દ્ર મોદીએ આવા કરોડો લોકોને ન્યાય અપાવ્યો છે. હું મારા બધા શરણાર્થી ભાઈઓને કહું છું કે તમે કોઈપણ સંકોચ વિના નાગરિકતા માટે અરજી કરો. તમારી સાથે કંઈ ખોટું નહીં થાય. આમાં કોઈ ફોજદારી કેસની જોગવાઈ નથી, તમારું ઘર, તમારી નોકરી બધું જ અકબંધ રહેશે. વિપક્ષ તમને ગેરમાર્ગે દોરે છે.
अहमदाबाद में #CAA के तहत नागरिकता प्राप्त करने वाले बहनों-भाइयों के साथ संवाद कर रहा हूँ… https://t.co/ss3Oue9ZGK
— Amit Shah (@AmitShah) August 18, 2024
આ પણ વાંચો : રેલવેમાં પેરામેડિકલની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા શરુ, જાણો શું જોઈએ છે લાયકાત