ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રક્ષાબંધન માટે વતન જઈ રહેલા શ્રમિકોને અકસ્માતઃ 10નાં મૃત્યુ, 27 ઘાયલ

Text To Speech

બુલંદશહેર, 18 ઓગસ્ટઃ ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ આજે રવિવારે એક મોટો રોડ અકસ્માત થયો છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા જઈ રહેલા શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા હતા. પીકઅપ વાહનને ડગમાર બસે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 10નાં મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા બીજા 27 ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, ગાઝિયાબાદની એક બ્રેડ કંપનીમાં કામ કરતા 35 થી વધુ મજૂરો રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે ગાઝિયાબાદથી અલીગઢ જિલ્લાના અત્રૌલી તહસીલના ગામ રાયપુર જઈ રહ્યા હતા. તેમને લઈ જતું વાહન સલેમપુર પોલીસ સ્ટેશન પાસે પહોંચ્યું તે જ સમયે ઝડપી ગતિએ આવતી એક બસે પીકઅપ વાનને ટક્કર મારી હતી. કેટલાક લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

25થી વધુ ઘાયલોની જિલ્લા હોસ્પિટલ અને જેપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દસ લોકોના મૃત્યુ થવા હોવાની વાતને સમર્થન મળે છે. મૃતકોમાં એક જ પરિવારના સાત લોકોનો સમાવેશ થાય છે. બે લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. જ્યારે એકની ઓળખ થઈ શકી નથી.

દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અધિકારીઓને પીડિતોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.

આ પણ વાંચોઃ સાવધાન! તમારા બેંક ખાતાનો ઉપયોગ આ કામ માટે તો નથી થતો ને? ધ્યાન રાખજો નહીં તો જેલમાં જશો

Back to top button