ગુજરાત: મોપેડને ઓવરટેક કરવા મારવા મામલે પોલીસ પુત્રની હત્યા, 5 આરોપીઓની ધરપકડ
- બે દિવસ પહેલા મોપેડને ઓવરટેક કરી યુ-ટર્ન મારવા મુદ્દે બબાલ થઈ હતી
- અમિત બેહેરા, પ્રિન્સ જાવલે, પ્રથમ અખાડે, રાહુલ ગોહિલ અને મહેન્દ્ર ગોહિલની ધરપકડ
- પકાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
ગુજરાતના સુરત શહેરમાં મોપેડને ઓવરટેક કરવા મારવા મામલે પોલીસ પુત્રની હત્યા થઇ છે. જેમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતમાં બે દિવસ પહેલા મોપેડને ઓવરટેક કરી યુ-ટર્ન મારવા મુદ્દે બબાલ થઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા વધતા AMC પાર્કિંગ પોલિસી પર કરશે કામ
અમિત બેહેરા, પ્રિન્સ જાવલે, પ્રથમ અખાડે, રાહુલ ગોહિલ અને મહેન્દ્ર ગોહિલની ધરપકડ
મોપેડને ઓવરટેક કરવા મારવા મામલે પોલીસ પુત્રનુ મોત થયું હતુ અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો સમગ્ર ઘટનાને લઈ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને પોલીસ પુત્રએ ટકોર કરાતા આરોપીઓએ ચપ્પુથી હુમલો કર્યો હતો. રાંદેર પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતા પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપી અમિત બેહેરા, પ્રિન્સ જાવલે, પ્રથમ અખાડે, રાહુલ ગોહિલ અને મહેન્દ્ર ગોહિલની ધરપકડ કરાઇ છે.
આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને વિસ્તારમાં અસામાજીક તત્વો તરીકે ઓળખાય છે ત્યારે ધરપકડ કરી તમામને જેલના સળિયા ગણતા કરી દીધા છે. રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. સચીનમાં નિવૃત પોલીસ કર્મચારીના મકાનમાં હત્યા થઈ છે. ત્યારે સચીન વિસ્તારમાં પોલીસના પુત્ર રવિને કોણે અને કયા કારણે મોતને ઘાટ ઉતાર્યો તે પણ એક રહસ્ય હતુ. ત્યારે રાંદેર વિસ્તારમાં રોડ પર સરાજાહેર પોલીસ પુત્ર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન ધીરજ રામણભાઈ વળવીનું મોત નીપજ્યુ હતું.