ગુજરાતમાં આજે આ વિસ્તારો માટે હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
- સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે
- ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બનશે અને ચક્રવાતી સિસ્ટમ વિકસિત થશે
- ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે વિવિધ વિસ્તારો માટે હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના થતા વરસાદની આગાહી છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા વિસ્તારની રચનાને કારણે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. IMDએ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સાવધાની રાખવાની સલાહ આપી હતી. હવામાનશાસ્ત્રીઓએ બંગાળની ખાડીમાં ચક્રવાત સિસ્ટમની રચનાને કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી હતી.
ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બનશે અને ચક્રવાતી સિસ્ટમ વિકસિત થશે
હવે તેની અસર દેખાવા લાગી છે. ઓડિશાથી લઈને પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ કેરળમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDના હવામાનશાસ્ત્રીઓએ કહ્યું હતું કે બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બનશે અને ચક્રવાતી સિસ્ટમ વિકસિત થશે. આ ઉપરાંત બંગાળની ખાડીની સરહદે આવેલા વિસ્તારો માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
IMD દ્વારા જારી કરાયેલી આગાહીમાં, 18 અને 19 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળમાં ગંગાની સરહદે આવેલા વિસ્તારોમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે બંગાળના આ વિસ્તારોમાં ભારે વરસાદ (115-204 મીમી) થઈ શકે છે. આવી સ્થિતિમાં તેની અસર સામાન્ય જીવન પર પણ પડી શકે છે. ગજરાતના વિવિધ વિસ્તારો માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યના હવામાન વિભાગના અંદાજા પ્રમાણે અમુક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે
રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમા વરસાદની આગાહી સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે.