અમદાવાદ: ABVP રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લૉ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરાવવા મેદાને; જાણો શું માંગણી કરાઇ?
અમદાવાદ 17 ઓગસ્ટ 2024 : ગુજરાતના શૈક્ષણિક જગત માટે ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજુવાત કરવામાં આવી હતી. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખુબ જ દયનિય છે, જેના લિધે આ સરકારી અને અર્ધસરકારી કોલેજો બાર કાઉન્સિલના એકેડેમીક નિયમોનુ પાલન તથા જરૂરી પ્રાધ્યાપકોની નિયુક્તિ કરી શકતી નથી. જેથી આ કોલેજો હાલ એડમિશન પ્રક્રિયા હાથ ધરી શકતી નથી. જેનો સંપૂર્ણ બોજો લૉ ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓની કારકિર્દી પર પડે છે. આ વિષય પર સરકારના ત્વરિત પગલાં અતિઆવશ્યક જણાઈ આવતા સમગ્ર કાયદા વિધિનો અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી, વિધાર્થી પરિષદ લૉ કોલેજોમા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે માટે દેખાવ અને આવેદનપત્ર આપી તમામ જિલ્લાઓના કલેકટર દ્વારા સીએમ ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરાઇ છે
મુખ્યત્વે ત્રણ માંગણી કરાઈ
આ વિષયમાં વિધાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે ત્રણ માંગ કરવામાં આવી છે જેમા ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે. અને ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિધાર્થીને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે.
વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે
ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ હમ દેખેંગે ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવે છે કે,”ગુજરાતના શિક્ષણની આ પ્રકારની વ્યવસ્થા જોઈને ઘણી દુઃખની લાગણી અનુભવાય છે, શૈક્ષણિક વર્ષનો ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી લૉ કોલેજના પ્રવેશ પ્રક્રિયા હજી સુધી હાથ ધરવામાં આવી નથી, આ સમગ્ર વિષયમાં કેટલાક શિક્ષણ માફીઆઓ અને સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓના માલિકો પોતાના સ્વાર્થને ધ્યાને લઈ વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. તેવુ સ્પષ્ટ જણાય છે. પરંતુ સરળ સુમેળ અને સસ્તી શિક્ષાએ દરેક માનવનો અધિકાર છે, ગુજરાતની સરકારી અને અર્ધસરકારી કોલેજોને ત્વરિત ધોરણે ચાલુ કરવા માટે ગુજરાતના ઈચ્છુક વિદ્યાર્થીઓને કાયદાવિધિની શિક્ષા મળી રહે તે માટે સરકારના શિક્ષણ વિભાગે આ વિષયમાં ચોક્કસપણે ત્વરિત પગલાં લેવા બહોળા વિધાર્થી હિત માટે જરૂરી જણાઈ આવે છે.”
આ પણ વાંચો : અમદાવાદ: 3000 આપી બેંક એકાઉન્ટ તથા સીમકાર્ડ મેળવી સાયબર ક્રાઇમ આચરનારા ભાવનગરનાં 3 ઇસમોની ધરપકડ