અમદાવાદ: 3000 આપી બેંક એકાઉન્ટ તથા સીમકાર્ડ મેળવી સાયબર ક્રાઇમ આચરનારા ભાવનગરનાં 3 ઇસમોની ધરપકડ
અમદાવાદ 17 ઓગસ્ટ 2024 : અમદાવાદનાં વાસણા APMC મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાં મૂળ ભાવનગર જિલ્લાના ત્રણ ઇસમો જે સામાન્ય લોકોને 3000 રૂપિયાનું કમિશન આપીને બેંકનું ખાતું તથા નવું સેવિંગ ખાતું ખોલાવીને એકાઉન્ટની કીટો તેમજ તેમના નામના વીઆઈ, એરટેલ કંપનીના સીમકાર્ડ મેળવી તેમના મુખ્ય આકા ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં રહેતા અક્રમને 8000 રૂપિયામાં વેચી દીધા હતા. જે બાદ રાજ્યમાં અને દેશમાં સાયબર ક્રાઇમની ગતિવિધિઓને અંજામ આપતા હતા હાલ હ્યુમન રીસોર્સ તથા બાતમીના આધારે વાસણા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
95,042/- મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ
ઝોન 7 એસીપી AB વાળંદે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે ગુનો આચરતા ઇસમોને રંગે હાથ પકડવા માટે છટકાની ગોઠણ કરવામાં આવી હતી. જે આધારે 1) આસિમભાઈ ઉર્ફે યાસીન મહેબુબભાઇ બેલીમ જે ભાવનગર શહેરનો વતની છે 2) પાર્થ ઉર્ફે મસ્તાન ઉર્ફે પટેલ જે ગારીયાધાર તાલુકા ભાવનગરનો વતની છે 3) આરીફ ભાઈ ઉર્ફે દાઉદ ફિરોજભાઈ કુરેશી જે ગારીયાધાર તાલુકાના ભાવનગર જિલ્લાનો રહેવાસી છે. આ ત્રણેય ઈસમો પાસે સુઝુકી કંપનીનું બર્ગમેન, પાંચ અલગ અલગ કંપનીના ફોન, 12 ડેબિટ કાર્ડ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કની કીટ, શ્રીલંકા દેશનું ચલણી નાણાની નોટો મળી ભારતીય કિંમત રૂપિયા 42 ગણીને કુલ 95,042/- ની રકમનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સટ્ટો, જુગાર, બેટિંગ જેવા ગંભીર ગુનાઓ માટે ઉપયોગ
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ ત્રણેય ઈસમો વધુ ઝડપથી પૈસાદાર થવા માટે આ પ્રકારનું કામ કરી રહ્યા હતા. તેઓ 3000 રૂપિયાનું કમિશન આપીને પોતે ગારીયાધારના અક્રમ નામના ઈસમ પાસેથી 8000 મેળવતા હતા. અત્રે મહત્વનું છે કે આ પ્રકારના સીમકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ મેળવીને સટ્ટો, જુગાર, બેટિંગ જેવા ગુનાઓ આચરવામાં આવતા હોય છે જે અંગેની ગંભીરતા ને ધ્યાને રાખીને પોલીસ દ્વારા જીવણટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડ ધારકો બેંકના નામે કોલ આવે તો ચેતજો, મેસેજમાં લિંક કે ફાઈલ આવે તો ઓપન કરતા નહીં