બનાસકાંઠા : કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બનેલી દુષ્કર્મની ઘટનાને બનાસકાંઠાના તબીબો વખોડી
- જધન્ય કૃત્ય આચરનાર આરોપી ઓ ને કડક સજા કરવા માંગ
- કલેકટર કચેરીમાં આવેડ પત્ર આપ્યું
- ઈમરજન્સી શિવાય ની તબીબી સેવાઓ બંધ રહી
પાલનપુર 17 ઓગસ્ટ 2024 : પશ્ચિમ બંગાળના કલકત્તાની હોસ્પિટલમાં ફરજ પર હાજર એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી. જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. આઈ એમ એ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને દેશભરના ડોક્ટરોએ આ ઘટના અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરીને 24 કલાક સુધી તબીબી સેવાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાના ખાનગી તબીબો અને પાલનપુર ની મેડિકલ કોલેજના તબીબો પણ તબીબી સેવાથી અળગા રહ્યા હતા. જેમને પોતાનો વિરોધ વ્યક્ત કરી કર્યો હતો. તેમજ આઈએમઆઈ ડોક્ટર એસોસિએશન દ્વારા ઇન્ટરશીપ કરતા વિદ્યાર્થીઓ સાથે મળી એક દિવસીય હડતાલ પાડી હાથમાં પ્લે કાર્ડ અને બેનર લઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો તેમજ ઇન્ટરશીપ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઘટના અંગે રોષ વ્યક્ત કરતા તબીબો એ જણાવ્યું હતું કે, કલકત્તાની હોસ્પિટલમાં ઘટેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, અને તબીબો ની કોઈ સલામતી રહી હતી, ત્યારે સરકારે કડક કાયદાઓ બનાવીને આવા જધન્ય કૃત્ય આચારનારા આરોપીઓને ઝડપીને કડકમાં કડક સજા કરવી જોઈએ તેવી અમારી માગણી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહીલા મંડળ દ્વારા પત્રકારો માટે રક્ષાબંધનનો કાર્યક્ર્મ યોજાયો