ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું બંગાળમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન, રાજ્યપાલ સીવી આનંદ બોઝે શું કહ્યું? જાણો

Text To Speech
  • બંગાળના ગવર્નરે RG કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના પર ચિંતા વ્યક્ત

કોલકાતા, 17 ઓગસ્ટ: પશ્ચિમ બંગાળના ગવર્નર ડૉ. સીવી આનંદ બોઝે કોલકાતાની સરકારી RG કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. શુક્રવારે તેમણે કહ્યું હતું કે, RG કર હોસ્પિટલમાં જે પણ થયું તે ખૂબ જ પરેશાન કરનાર અને આઘાતજનક છે. આ સાથે જ તેમણે આ ઘટનાને લઈને મમતા સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે રાજ્યપાલને પૂછવામાં આવ્યું કે, શું બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે, તો તેમણે આ સવાલનો જવાબ આપ્યો, “માંગ એ માંગ છે. હું જાહેરમાં કહેવા માંગતો નથી કે ભારતના બંધારણ હેઠળ હું આગળ શું કરવા જઈ રહ્યો છું?”

શું બંગાળમાં લાદી શકાય રાષ્ટ્રપતિ શાસન?

એક ઇન્ટરવ્યૂમાં રાજ્યપાલ આનંદ બોઝે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, “જોઈએ કે હવે શું થાય છે. રાજ્યપાલ તરીકે હું આવા મુદ્દાઓ પર સતર્ક રહેવા ઈચ્છું છું. બંધારણમાં ઘણા બધા વિકલ્પો છે. હું આ સમયે મારા આ વિકલ્પો અનામત રાખું છું. હું તે કહીશ નહીં.

પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ: ગવર્નર

રાજ્યપાલે કહ્યું કે, આ ઘટનાથી સમગ્ર દેશના લોકો નિરાશ અને ગુસ્સે છે. રાજ્યપાલ બોઝે કોલકાતા પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, પુરાવા સાથે છેડછાડ અથવા તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકોને એવું પણ લાગે છે કે આ આત્મહત્યા છે. આવી છાપ ઊભી કરીને તેમને ગેરમાર્ગે દોરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

લોકો માત્ર ન્યાય માંગે છેઃ રાજ્યપાલ

ગવર્નર બોઝે કહ્યું કે, પોલીસ અધિકારીઓ દ્વારા આ કેસને ખૂબ જ ખરાબ રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે. લોકોને સત્ય જાણવાનો અધિકાર છે. બદમાશો દ્વારા તોડફોડની ઘટના બાદ હું ગઈકાલે (ગુરુવારે) ઘટનાસ્થળે ગયો હતો. લોકો માત્ર ન્યાયની માંગ કરી રહ્યા છે. સમગ્ર સમાજ તેમની(પીડિતા અને આંદોલનકારીઓ) સાથે છે, આપણે તેમને ન્યાય આપવો પડશે.

આ પણ જૂઓ: ‘મહિલા ડોકટરના માતા-પિતાને કોણે કહ્યું કે તે આત્મહત્યા છે?’ સ્મૃતિ ઈરાનીએ મમતા સરકાર પર ઉઠાવ્યા પ્રશ્નો

Back to top button