ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘મહિલા ડોકટરના માતા-પિતાને કોણે કહ્યું કે તે આત્મહત્યા છે?’ સ્મૃતિ ઈરાનીએ મમતા સરકાર પર ઉઠાવ્યા પ્રશ્નો

  • ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ મમતા સરકાર પર નિશાન સાધ્યું, CM મમતા બેનરજીના રાજીનામાની પણ માંગ કરી

કોલકાતા, 17 ઑગસ્ટ: પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલી RG કર મેડિકલ કૉલેજમાં ઇન્ટર્ન ડૉક્ટર સાથે થયેલા અત્યાચારના કિસ્સાએ દેશવાસીઓને આશ્ચર્યચકિત કરી દીધા  છે. આ ઘટના બાદ મમતા સરકાર અને બંગાળ પ્રશાસન શંકાના દાયરામાં આવી ગયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે મમતા સરકારને કેટલાક સવાલ પૂછ્યા છે. તેમણે સવાલો ઉઠાવ્યા છે કે, ” શું તે ફ્લોર પર કોઈએ તે મહિલા ડોકરરની ચીસો સાંભળી નહીં?  મહિલા ડોકટરના માતા-પિતાને કોણે કહ્યું કે તે આત્મહત્યા છે?” ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. આ સાથે જ BJP નેતાઓએ CM મમતા બેનરજીના રાજીનામાની પણ માંગ કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે આ ઘટના સાથે જોડાયેલા આરોપોની સંપૂર્ણ તપાસ કરવાની હાકલ કરી હતી.

 

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ પ્રશ્નો ઉઠાવ્યા

સ્મૃતિ ઈરાનીએ વધુમાં સવાલો ઉઠાવ્યા કે, “તે વ્યક્તિ કોણ છે જેના કારણે આરોપીને હોસ્પિટલમાં ખાતરી થઈ કે તે દુષ્કર્મ કર્યા બાદ ઘરે પરત ફરી શકશે? કોણ છે જેણે કૃત્ય કર્યા બાદ એ જ માળ પર રિનોવેશન કામ ચાલુ રાખ્યું” સ્મૃતિ ઈરાનીએ વધુમાં પૂછ્યું કે, ” પીડિતાના માતા-પિતાને ફોન કરીને યુવતીએ આત્મહત્યા કરી હોવાનું જણાવનાર અધિકારી સામે પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી? હકીકતમાં, સ્મૃતિ ઈરાનીએ આ સવાલો દ્વારા મમતા સરકાર પર નિશાન સાધ્યું છે.

તબીબોની દેશવ્યાપી હડતાળ આજે પણ ચાલુ 

ઉલ્લેખનીય છે કે, 14 ઓગસ્ટે RG કર હોસ્પિટલ પરિસરમાં અજાણ્યા ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડના સંબંધમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિરોધ સ્થળ, વાહનો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બુધવારે રાત્રે, એક ટોળું RG કર હોસ્પિટલ પરિસરમાં ઘૂસી ગયું, જેણે વિરોધ સ્થળ, વાહનો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. મહત્ત્વપૂર્ણ છે કે, 9 ઓગસ્ટના રોજ એક ટ્રેઇની ડોક્ટર પર અત્યાચાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને તબીબો અને તબીબી સમુદાય દ્વારા દેશવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ જૂઓ: કાનપુરમાં ટ્રેન દુર્ઘટના, સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Back to top button