ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાનપુરમાં ટ્રેન દુર્ઘટના, સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Text To Speech
  • અમદાવાદ-સાબરમતી એક્સપ્રેસ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી

કાનપુર, 17 ઓગસ્ટ: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત સર્જાયો છે. કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. મળતી માહિતી અનુસાર, ડ્રાઈવર કહી રહ્યો છે કે, બોલ્ડર એન્જિન સાથે અથડાયું છે. જેના કારણે એન્જીનના કેટલ ગાર્ડને ખરાબ રીતે નુકસાન થયું છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

 

 

અકસ્માત રાત્રે 3 વાગ્યાની આસપાસ થયો હતો

ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, કાનપુર નજીક ગોવિંદ પુરીની સામે હોલ્ડિંગ લાઇન પર ટ્રેનના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. આ અકસ્માત રાત્રે 3 વાગ્યાની આસપાસ થયો હતો. હાલ અકસ્માત સ્થળેથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના તમામ મુસાફરોને બસ દ્વારા કાનપુર લાવવામાં આવ્યા છે.

રેલવે મંત્રીએ દુર્ઘટના અંગે શું કહ્યું?

 

આ દુર્ઘટના અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું છે કે, “સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 2.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર પડેલી કોઈ વસ્તુ સાથે અથડાયું હતું. આ પછી તેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.” રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આગળ લખ્યું કે, “અકસ્માતના પુરાવા સુરક્ષિત છે. IB અને યુપી પોલીસ પણ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદ સુધી મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.”

આ પણ જૂઓ: ઉદયપુરમાં 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ, કાલે શાળાઓમાં રજા

Back to top button