અમદાવાદ, 16 ઓગસ્ટ 2024 શહેરના જમાલપુર દરવાજા ખાતે આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા લોકોએ ટોરેન્ટ પાવર દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે તેવા આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ટોરેન્ટ પાવરના લાઈટ બિલોમાં અચાનકથી 30% થી 50 ટકાનો વધારો આવતા અથવા ખોડખાપણ વાળી કામગીરીને લઈને મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમની રજુઆત હતી કે મહિને 20થી 30 હજારની આવક હોય ત્યારે અચાનકથી 30થી 50% વધુ બિલ આવે તો કઈ રીતે ગુજરાન ચલાવી શકાય? છેલ્લા બે મહિનાં આવેલા તમામ બિલો સાથે રાખીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ટોરેન્ટ પાવરને સુધારો કરવા માટે રજૂઆત કરી હતી.
1200થી વધુ લોકો આ મુહિમમાં જોડાયા: હાઇકોર્ટ જવાની ચીમકી
સામાજિક કાર્યકર એજાજ ખાન પઠાણે હમ દેખેંગે ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી આ અંગે જે લોકો પીડાયા છે તેમની સાથે ચર્ચાઓ ચાલતી હતી. સૌપ્રથમ સરખેજમાં એક મીટીંગ થઈ હતી જે બાદ એક WhatsApp ગ્રુપ બન્યા બાદ એ ગ્રુપમાં તમામ પીડિતો મોટી સંખ્યામાં જોડાયા છે. આશરે આજની સંખ્યામાં 1200થી વધુ લોકો ટોરેન્ટ પાવરની આ નીતિનો ભોગ બન્યા છે. ત્યારે હવે આ અંગેની ઉર્જા મંત્રી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કરવામાં આવશે અને જો તે બાદ પણ કોઈ યોગ્ય નિર્ણય ન લેવાય તો હાઇકોર્ટમાં ટોરેન્ટ પાવરને પડકારવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગ્રાહકોએ પોતાની વેદના ઠાલવી
પીડિત ગ્રાહક દ્વારા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે આ પહેલા મારું 10 થી 12 હજારનું બિલ આવતું હતું જે હવે અચાનકથી 34,000 થી 64000 સુધીનું આવા માંડ્યું છે. આ કઈ રીતે શક્ય બને, અન્ય મહિલા ગ્રાહક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમારા ઘરની આવક 30000 થી વધુ નથી ત્યારે અચાનક થી 10 થી 15 હજાર જેટલું લાઈટ બિલ આવવા માંડ્યું છે પહેલા ક્યારે આવું નથી બન્યું ત્યારે આટલી મોંઘવારીમાં આટલું મોટું બિલ અમે કઈ રીતે ભરી શકીએ? અમારા તમામ પૈસા લાઈટ બિલ ભરવામાં જતા રહે તો અમારું ગુજરાન કેવી રીતે ચાલે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં ગેરકાયદેસર બાંધી દેવાયેલી 14 ટ્રાવેલ્સની ઓફિસો સીલ કરાઇ