જન્માષ્ટમી પહેલા જાણો ભારતના પ્રખ્યાત કૃષ્ણ મંદિર વિશે, હંમેશા રહે છે ભક્તોની ભીડ
- દેશ વિદેશમાં અનેક કૃષ્ણ મંદિર છે સાથે સાથે ભારતમાં પણ અનેક પ્રખ્યાત કૃષ્ણ મંદિર છે. ત્યાં બારે મહિના કૃષ્ણ ભક્તોની ભીડ જોવા મળે છે
સમગ્ર વિશ્વમાં શ્રીકૃષ્ણના અનેક મંદિરો છે. આ મંદિરોમાં દર્શન કરવા માટે લોકો દૂર-દૂર જતા હોય છે. ભારતમાં પણ અનેક પ્રખ્યાત કૃષ્ણ મંદિર છે. લોકો અહીં આવીને કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. જન્માષ્ટમીના તહેવાર પર તમે પણ અહીં જવાનું પ્લાનિંગ કરી શકો છો.
જગન્નાથ મંદિર, પુરી
જગન્નાથ મંદિર ભગવાન કૃષ્ણનું પ્રખ્યાત મંદિર છે. આ મંદિરમાં ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ છે. દર 12 વર્ષે, આ લાકડાની મૂર્તિઓને શાહી રીતે બદલવામાં આવે છે. આ મંદિર સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે.
શ્રીનાથ જી, નાથદ્વારા
રાજસ્થાનના નાથદ્વારામાં આવેલું શ્રીનાથજી મંદિર પણ કૃષ્ણભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં દૂર દૂરથી લોકો આવે છે. બારે મહિના અહીં ભીડ જોવા મળે છે. તમે ઈચ્છો તો જન્માષ્ટમીના તહેવારે શ્રીનાથજીના દર્શન કરવા જઈ શકો છો.
બાંકે બિહારી, વૃંદાવન
બાંકે બિહારી મંદિર વૃંદાવનના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. અહીં દરરોજ ભક્તોની ભીડ રહે છે. અહીંના મંદિરની મૂર્તિ ત્રિભંગા મુદ્રામાં છે
ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિર, ગુરુવાયુર
ગુરુવાયુર મંદિરના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે, જેમના અવતાર ભગવાન કૃષ્ણની અહીં પૂજા થાય છે. ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર દક્ષિણ ભારતના દ્વારકા તરીકે પ્રખ્યાત છે.
ઉડુપી શ્રી કૃષ્ણ મઠ, ઉડુપી
ઉડુપી શ્રી કૃષ્ણ મઠ કર્ણાટકના ઉડુપી શહેરમાં છે. અહીં કૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર છે. મંદિરની નજીક અન્ય ઘણા ધાર્મિક સ્થળો પણ છે. જેની પણ તમે મુલાકાત લઈ શકો છો.
દ્વારકાધીશ મંદિર, દ્વારકા
દ્વારકાધીશ મંદિર ગુજરાતના દ્વારકામાં આવેલું છે. આ એક સુંદર હિંદુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે, જેમાં 72 થાંભલાઓ દ્વારા બનેલા 5 માળ છે. આ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રેમ મંદિર, વૃંદાવન
પ્રેમ મંદિર દિવ્ય શહેર વૃંદાવનમાં આવેલું છે અને તે ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિરોમાંનું એક છે. મંદિરની સ્થાપના આધ્યાત્મિક ગુરુ કૃપાલુ મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરમાં ભગવાન કૃષ્ણના જીવન સાથે સંબંધિત ઝાંખીઓ પણ જોવા મળે છે.
ઇસ્કોન મંદિર
ઈસ્કોન મંદિરો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. વિશ્વભરમાં ઇસ્કોનના ઘણા મંદિરો છે. ભગવાન કૃષ્ણના આ અદ્ભુત રીતે બાંધવામાં આવેલા અને સારી રીતે જાળવણી કરાયેલા મંદિરોની મુલાકાત લેવા અલગ અલગ જાતિ અને ધર્મના લોકો આવે છે.
આ પણ વાંચોઃ 12 જ્યોતિર્લિંગોમાં ખાસ છે ઓમકારેશ્વર, શ્રાવણમાં કેવી રીતે પહોંચશો?