આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

પાકિસ્તાન સુધી પહોંચ્યો મંકી પોક્સ વાયરસ, ભારતે સતર્ક રહેવું પડશે

Text To Speech

HD NEWS DESK- 16 ઓગસ્ટ :  વિશ્વ થોડા સમય પહેલા જ કોરોનાના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે લોકમાં ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર પણ કરી દીધી છે. આરોગ્ય એજન્સીએ તેને ‘ગ્રેડ 3 ઈમરજન્સી’ તરીકે વર્ગીકૃત કર્યું છે જેનો અર્થ એ થાય છે કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં 27,000થી પણ વધારે કેસ નોંધાયા છે અને લગભગ 1100 લોકોના મૃત્યુ થયા છે. કોંગોના કેટલાક ભાગો ઉપરાંત, આ વાયરસ હવે પૂર્વીય કોંગોથી રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યામાં ફેલાયો છે.

પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 

પાકિસ્તાની ફેડરલ હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓએ એવું જણાવ્યું કે, જે વ્યક્તિને મંકીપોક્સ હોવાની જાણ થઈ છે. તેવ્યક્તિ દીર શહેરનો રહેવાસી હતો અને હાલમાં તે મર્દાનમાં રહે છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, 3 ઓગસ્ટે સાઉદી અરેબિયાથી પરત ફર્યા પછી ચેપગ્રસ્ત વ્યક્તિને એમપોક્સ હોવાનું નિદાન થયું હતું.

એમપોક્સના લક્ષણો

તાવ
સ્નાયુઓમાં દુખાવો
ત્વચા પર લાલ ફોલ્લીઓ
લસિકા ગાંઠોમાં સોજો
માથાનો દુખાવો

આ પણ વાંચો : આ હિલ સ્‍ટેશન પર છે ચુંબકીય પહાડ, જે માણસોને ખેંચે છે પોતાની તરફ: નાસાનો દાવો

Back to top button