દેવોલીના ભટ્ટાચાર્યે પ્રેગનેન્સીની જાહેરાત કરી, 38 વર્ષે માતા બનશે અભિનેત્રી
મુંબઈ – 16 ઓગસ્ટ : દેવોલીના ભટ્ટાચાર્યે પોતાની પ્રેગ્નન્સીના સમાચારને સમર્થન આપ્યું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે તે પતિ શાનવાઝ શેખ સાથે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. દેવોલીનાએ તેના ઘરે તાજેતરમાં યોજાયેલી પૂજાની તસવીરો શેર કરી, જેની સાથે તેણે જાહેરાત કરી કે તે માતા બનવાની છે. આ તસવીરોમાં દેવોલિના અને તેનો પતિ પણ જોવા મળે છે. અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ તેને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.
દેવોલીનાએ સારા સમાચાર આપ્યા
દેવોલીનાએ શેર કરેલી તસવીરોમાં તે અને શાનવાઝ ખુરશી પર બેઠા છે અને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. ફોટામાં બંનેની સાથે તેમનો પાલતુ કૂતરો પણ જોઈ શકાય છે, જે શાનવાઝના ખોળામાં બેઠો છે. બીજી તરફ દેવોલીનાએ બાળકના કપડા પકડી રાખ્યા હતા જેમાં લખેલું હતું, “હવે તમે પૂછવાનું બંધ કરી શકો છો.”
દેવોલીનાની પોસ્ટ
ફોટો શેર કરતી વખતે દેવોલીનાએ કેપ્શનમાં લખ્યું – ‘પવિત્ર પંચામૃત વિધિ સાથે માતૃત્વની સુંદર યાત્રાની ઉજવણી.’ આ સાથે દેવોલીનાએ એ પણ જણાવ્યું છે કે આ વિધિ શા માટે ઉજવવામાં આવે છે. તેણી પોતાની પોસ્ટમાં જણાવે છે કે આ ધાર્મિક વિધિ માતા અને આવનારા બાળકના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ખુશીને આશીર્વાદ આપવા માટે બનાવવામાં આવી છે, જે પરંપરા અને પ્રેમનું મિશ્રણ છે.
દેવોલીનાએ 2022માં શાનવાઝ સાથે લગ્ન કર્યા હતા
દેવોલીનાએ તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરતાની સાથે જ તેને ચાહકો તરફથી અભિનંદન મળવા લાગ્યા હતા. અભિનેત્રીના ચાહકો અને મિત્રો તેને તેના આવનાર બાળક માટે અભિનંદન આપી રહ્યા છે. આ પહેલા દેવોલીનાની પ્રેગ્નન્સી વિશે લગભગ 1-2 મહિનાની વાતો ચાલી રહી હતી, પરંતુ એક્ટ્રેસે તેને પોતાની પર્સનલ લાઈફ ગણાવીને તેના વિશે વાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે, તેની તસવીરો જોઈને ચાહકોને પહેલાથી જ અંદાજ આવી ગયો હતો કે અભિનેત્રી માતા બનવા જઈ રહી છે. દેવોલીનાએ 2022માં શાનવાઝ શેખ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
આ પણ વાંચો : વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો