વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો
- બિહારી વિદ્યાર્થીઓ વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા
- આ પ્રકરણમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
- ઉગ્ર બોલાચાલીમાં મામલો બિચકતા અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓને કોર્ડન કરી ફટકાર્યા
વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો થયો છે. જેમાં અસામાજિક તત્વોના સમાધાન માટે ધમપછાડા છે. ફતેગજમાં મોડી રાત્રે MSUના વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો હતો. હોસ્ટેલમાં રહેતા બિહારના વિદ્યાર્થીઓ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા હતા. ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો: ગુજરાત: અંબાજીમાં ગબ્બર પર જતા ચેતજો, સતત બીજા દિવસે રીંછ દેખાયુ
બિહારી વિદ્યાર્થીઓ વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગઈકાલે મધરાત્રે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા બિહારી વિદ્યાર્થીઓ વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યા હતા. મોડી રાતે વિદ્યાર્થીઓ ભારત માતા કી જય, ભાજપ અને નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. ઉગ્ર બોલાચાલીમાં મામલો બગડતા અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓને કોર્ડન કરી મારમારી કરી હતી આ દરમિયાન નજીકમાં બેસેલા કેટલાક અસામાજિક તત્વોએ વિદ્યાર્થીનઓને છંછેડાયા હતા. ત્યારબાદ અસામાજિક તત્વો વિદ્યાર્થીઓ પાસે ધસી જઈ બોલાચાલી કરી હતી. ઉગ્ર બોલાચાલીમાં મામલો બિચકતા અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓને કોર્ડન કરી ફટકાર્યા હતા. આ ઘટના અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પ્રકરણમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
ફતેગંજ વિસ્તારમાં બનેલી આ મારામારીની ઘટનાનો મોડી રાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર મામલે સમાધાન કરવાના પ્રયાસો હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ પ્રકરણમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.