15 ઓગસ્ટટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

મેલોનીએ આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા, ઈટાલીના પીએમએ તેમના સંદેશમાં શું કહ્યું? જાણો અહીં

  • ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ 78મા સ્વતંત્રતા દિવસ પર ભારતીયોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી હતી કે જો બંને દેશ સાથે મળીને કામ કરશે તો તેના સારા પરિણામો મળશે

દિલ્હી, 15 ઓગસ્ટ: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને X પર ટેગ કરતાં મેલોનીએ એક પોસ્ટમાં લખ્યું કે, ‘હું ભારતના લોકોને અને ખાસ કરીને આ પેજને ફોલો કરતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ઇટાલી અને ભારત વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે સાથે મળીને આપણે સારા પરિણામો પ્રાપ્ત કરીશું. આપણો વ્યૂહાત્મક સહયોગ ભવિષ્ય માટે મહત્ત્વનો આધારસ્તંભ છે.’

 

શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાએ પણ પાઠવી શુભેચ્છાઓ

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે X પર પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજે ભારત ગર્વથી તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, જે દેશની અવિશ્વસનીય વિકાસ યાત્રાનો પુરાવો છે. હું મારા મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને આ માઈલસ્ટોનની ઉજવણી પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું. UAE અમારી મિત્રતાને મજબૂત કરવા, અમારા દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અને અમારી સ્થાયી ભાગીદારીના તમામ પાસાઓમાં મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આપણા ભારતીય મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.’

ઇમેન્યુઅલ મેક્રોને શુભકામનાઓની સાથે યાદ કર્યો ભારતનો પ્રવાસ

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને પણ સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતને શુભેચ્છાઓ પાઠવી છે. તેણે X પર લખ્યું, ’78મા સ્વતંત્રતા દિવસ પર તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ. જાન્યુઆરીમાં મારી ભારત મુલાકાત દરમિયાન તમે જે ઉષ્માભર્યું સ્વાગત કર્યું તે મને યાદ છે અને હું મારા મિત્ર નરેન્દ્ર મોદી સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે નિર્ધારિત મહત્વાકાંક્ષી લક્ષ્યોને હાંસલ કરવા માટે આતુર છું.’ ભારતના 78મા સ્વતંત્રતા દિવસ પર અન્ય ઘણા દેશોના નેતાઓએ વડાપ્રધાન મોદી અને તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાહુલ ગાંધીને પાછળ બેસાડવા એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હતાશાનું સૂચક: કોંગ્રેસ

Back to top button