અમદાવાદગુજરાત

નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર રહેલા AMCના ટાઉન પ્લાનિંગ ઓફિસરે રાજીનામું આપ્યું

Text To Speech

અમદાવાદ, 15 ઓગસ્ટ 2024,મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ ટીડીઓ વિભાગમાં નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ પટેલે પોતાના હોદ્દા પરથી અચાનક રાજીનામું આપી દેતાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. અધિકારીએ એક રાજકીય વ્યક્તિના મકાનના પ્લાન પાસિંગ કર્યા હોવાના પગલે ભાજપના એક નેતાએ અધિકારીને તેમની ઓફિસમાં જઈને ધમકાવ્યા હતા અને તેમની સાથે કરેલી બોલાચાલી બાદ તેઓએ અચાનક રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા અધિકારીઓમાં ચાલી રહી છે.

રાજીનામું આપ્યા બાદ પોતાનો મોબાઇલ બંધ કરી દીધો
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ-ટાઉન પ્લાનિંગ વિભાગમાં નિવૃત્ત થયા બાદ કોન્ટ્રાક્ટ પર ટાઉન પ્લાનિંગ ઓફિસર સિનિયર તરીકે રાજેશ પટેલ ફરજ બજાવતા હતા. ત્રણેક દિવસ પહેલા તેઓએ અચાનક જ મ્યુનિસિપલ કમિશનરને એક પાનામાં પોતાનું રાજીનામું લખી આપી દીધું હતું. રાજેશ પટેલે પોતાના રાજીનામા પોતાની ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે અને હવે તેઓ નિવૃત્તિના કારણે નોકરી નથી કરવા માગતા તેવું કારણ આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ અચાનક જ તેઓ પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ AMC ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ પટેલે ભાજપના નેતાએ તેમને ધમકાવી અને કરેલી બોલાચાલીના કારણે રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરીમાં પોલીસકર્મીએ ગોળી મારી આપઘાત કર્યો

Back to top button