બારામતી, 15 ઓગસ્ટ : બારામતીમાં ફરી એકવાર પવાર V/S પવારની લડાઈ જોવા મળી શકે છે. અજિત પવાર કેમ્પને લોકસભા ચૂંટણીમાં શરદ પવાર કેમ્પથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અજિત પવાર ફરી એકવાર નવી ચાલ ચાલવા જઈ રહ્યા છે. બારામતીમાંથી એનસીપીના બે જૂથો પરિવારના સભ્યોને એકબીજા સામે ઉભા કરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સંકેત આપ્યો છે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડવામાં રસ ધરાવતા નથી.
અજિત પવારને ગુરુવારે જ્યારે તેમના નાના પુત્ર જય પવારને વિધાનસભાની ચૂંટણી લડવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “હું અત્યાર સુધીમાં સાતથી આઠ વખત ચૂંટણી લડી ચૂક્યો છું. મને ફરીથી ચૂંટણી લડવામાં કોઈ ખાસ રસ નથી.” કાર્યકરો જયને મેદાનમાં ઉતારવાની માંગ કરે છે, અમે સંસદીય બોર્ડ અને બારામતીમાં સ્થાનિક પાર્ટી એકમ ઉમેદવાર નક્કી કરે તે પહેલાં અમે તેના વિશે વિચારીશું.”
પત્રકારો સાથે વાત કરતી વખતે અજિત પવાર એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું જયને તેમના સમર્થકોની માગણી મુજબ બારામતી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે. અજિત પવારે કહ્યું કે જો સંસદીય બોર્ડ અને ‘લોકોને’ એમ લાગે કે જયને મેદાનમાં ઉતારવો જોઈએ તો એનસીપી તેમને મેદાનમાં ઉતારવા તૈયાર છે.
પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમની પિતરાઈ બહેન અને હરીફ NCP (શરદચંદ્ર પવાર) સાંસદ સુપ્રિયા સુલે સાથે રક્ષાબંધનની ઉજવણી કરશે? તો અજીત પવારે કહ્યું કે તે હાલમાં રાજ્યના પ્રવાસ પર છે અને કોઈ જગ્યાએ તેઓ તેમની બધી બહેનોને મળશે. “જો સુપ્રિયા સુલે જ્યાં હું હોઈશ ત્યાં હું તેમને મળીશ. “
આ પણ વાંચો : ’24 જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે’, આસામમાં આતંકવાદી સંગઠન ULFA(I)એ કર્યો મોટો દાવો; પોલીસ થઇ દોડતી