ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ઘરનું કરિયાણું લેવામાં વધુ ખર્ચ કરી બેસો છો? તો આ આઈડિયાથી બજેટમાં બનશે બિલ

HD ન્યુઝ ડેસ્કઃ જ્યારે પણ આપણે ઘરનું કરિયાણું ખરીદવા જઈએ છીએ અથવા ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો ઘણી બધી એવી વસ્તુઓ ખરીદી લઈએ છીએ, જેની અસલમાં કોઈ જરૂર હોતી નથી. આ વસ્તુઓ ફક્ત તમારા ખર્ચમાં વધારો કરે છે અને કિચનની જગ્યા રોકે છે. જ્યારે પણ તમે કરિયાણાની વસ્તુઓ ખરીદવામાં વધારાનો ખર્ચ કરી દો છો અને તમારું મહિનાનું બજેટ બગડી જાતું હોય તો આ રીત અપનાવો અને તમારા ખર્ચમાં ઘટાડો કરો.

ખાલી પેટે કરિયાણાની ખરીદી ન કરો.

ખાલી પેટે કોઈપણ પ્રકારના કરિયાણાની ખરીદી કરવા ન જશો. ભૂખ્યા હશો તો તમે ચીપ્સ, ચોકલેટ, બિસ્કીટ વગેરે જેવી વધારાની ખાદ્ય ચીજોનો ઓર્ડર આપી દેશો. એક રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે જ્યારે ખાલી પેટે તમે કરિયાણાની ખરીદી કરો છો, ત્યારે લોકો વિચાર્યા વગર વધુ ખાદ્યચીજો ખરીદે છે.

ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પર ઓછું ધ્યાન આપો

એક પર એક ફ્રી, 50%ની છૂટ આવી બધી ડિસ્કાઉન્ટ ઓફર્સ તમારી જરૂરિયાત કરતાં તમને વધુ ખરીદી કરવા લલચાવશે. આવી બાબતો પર ધ્યાન ન આપો. કોઈ પણ કંપની તમને મફતમાં કંઈપણ વસ્તુ આપતી નથી. આવી ઓફર્સના કારણે તમે વધારાની, ન જોઈતી અને મોટી વસ્તુઓ ખરીદી લો છો અને પછી તેનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરવો પડે છે.

ઘરનું કરિયાણું લેવામાં વધુ ખર્ચ થઈ જાય છે તો આ રીત અપનાવો, બજેટમાં જ બનશે બિલ hum dekhenge news

તમારું શોપિંગ બિલ તપાસો

શોપિંગ બિલ બનાવ્યા પછી, એકવાર તપાસો કે તમને વધારાના માલનું બિલ તો નથી અપાયું ને? જે વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ દર્શાવવામાં આવ્યું છે તેને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે કે નહીં. તે સિવાય, ઘરે આવ્યા પછી તપાસો કે કઈ વસ્તુઓ બિનજરૂરી છે તો પછી તેને આગલી વખતે ખરીદશો નહીં.

વસ્તુઓની યાદી બનાવો

ઘરનું કરિયાણું ખરીદવા માટે દર મહિને વસ્તુઓની યાદી બનાવો. આનાથી તમે તમારી જરૂરિયાત જેટલો જ સામાન ખરીદશો અને વધારાનો સામાન ખરીદવાથી બચશો.

મહિનામાં એક જ વાર ખરીદી કરવા જાઓ

જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરતા હોવ તો મહિનામાં માત્ર એક જ વાર શોપિંગ કરવાની ટેવ પાડો. ઘર બેઠા સામાન મેળવવાની સગવડને કારણે લોકો વારંવાર સામાન ખરીદે છે અને બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ પણ કરે છે

સ્થાનિક દુકાન પર પણ તપાસો

જરૂરી નથી કે તમામ સામાન યોગ્ય દરે માત્ર મોલમાં કે ઓનલાઈન જ મળે. ઘણી વખત સારી ગુણવત્તાનો અને સસ્તા દરે સામાન નજીકની સ્થાનિક દુકાનો પર પણ ઉપલબ્ધ હોઈ શકે છે, તેથી માલ અને દરની સરખામણી કર્યા પછી જ ખરીદી કરો. આ તમને બિનજરૂરી ખર્ચથી બચાવશે.

આ પણ વાંચોઃ ઠંડુ ભોજન કરી રહ્યા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે આ પાંચ નુકસાન

Back to top button