કંગના પોલિટિક્સ છોડશે કે બોલિવૂડ? પહેલી વાર તોડ્યું મૌન
- કંગનાએ કહ્યું કે જો મને એવું લાગશે કે મને રાજકારણમાં વધુ સફળતા મળે છે અને મારી ત્યાં વધુ જરૂર છે, તો હું ત્યાં જઈશ
15 ઓગસ્ટ, મુંબઈઃ કંગના રણૌત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે. નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવવા છતાં કંગનાએ તેની પ્રતિભાના આધારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે અને દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. કંગના જ્યારે પોલિટિક્સમાં પણ સક્રિય છે ત્યારે લોકો તેને પૂછે છે કે તે ભવિષ્યમાં શું કરશે?
રાજનીતિમાં પ્રવેશ્યા બાદ પ્રથમ ફિલ્મ
અભિનેત્રી બન્યા બાદ કંગના છેલ્લા બે વર્ષથી દિગ્દર્શક તરીકે પોતાનું નસીબ અજમાવી રહી છે. તેના નિર્દેશનમાં બીજી મોટી ફિલ્મ ઈમરજન્સી રીલીઝ માટે તૈયાર છે. બોલિવૂડમાં સારી ઈનિંગ રમ્યા બાદ હવે તે હિમાચલ પ્રદેશની મંડી સીટથી બીજેપી સાંસદ પણ છે.
આ બધાની વચ્ચે લોકો તેને વારંવાર આ સવાલ પૂછે છે કે કંગના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ રાખશે કે રાજકારણ તરફ વળશે. જેના પર અભિનેત્રીએ આખરે ખુલાસો કર્યો છે કે તે રાજકારણ માટે બોલિવૂડ છોડી દેશે કે નહીં.
શું કંગના બોલિવૂડ છોડી દેશે?
કંગના રણૌત 14 ઓગસ્ટે તેની આગામી ફિલ્મ ઈમરજન્સીના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ સમય દરમિયાન, તેણે કહ્યું હતું કે હું અભિનય ચાલુ રાખીશ કે નહીં, મને લાગે છે કે આ એક પ્રશ્નનો નિર્ણય હું લોકો પર છોડું છું. મેં ક્યારેય વિચાર્યું નથી કે હું નેતા બનવા માંગુ છું. લોકોએ કહ્યું કે મારે નેતા બનવું જોઈએ.
પાર્ટી ભલે ગમે તે સર્વે કરે કે તમને ટિકિટ આપવાનો માપદંડ ગમે તે હોય, આખરે હું ચૂંટણી લડું કે નહીં તે લોકોની પસંદગી છે. આવતીકાલે જો મારી ફિલ્મ ઈમરજન્સી ચાલે અને લોકો મને વધુ જોવા માંગે તો હું આગળ ફિલ્મો કરી શકું છું. જો મને લાગે કે મને સફળતા મળશે તો હું ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખીશ.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જો મને એવું લાગશે કે મને રાજકારણમાં વધુ સફળતા મળે છે અને મારી ત્યાં વધુ જરૂર છે, તો હું ત્યાં જઈશ. વ્યક્તિ ત્યાં જ જાય છે જ્યાં તેની વધુ જરૂર હોય છે. જ્યાં તમને સન્માન અને મૂલ્ય મળે છે. હું લાઈફને આ નિર્ણય લેવા દઈશ. હજુ એવો કોઈ પ્લાન નથી કે હું આ બાજુ જઈશ કે બીજી બાજું. જ્યાં મારી જરૂર હશે ત્યાં રહીશ.
આ પણ વાંચોઃ ઝીરો ફ્લોપ જવાથી ડિપ્રેશનમાં હતો શાહરૂખ ખાન? કેમ ચાર વર્ષ ન કરી ફિલ્મ?