ઇન્ટરનેશનલ ડેસ્કઃ અફઘાનિસ્તાનના કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે ઘરેલું T20 લીગ દરમિયાન આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ બેન્ડ-એ-આમીર ડ્રેગન અને પામિર ઝાલ્મી વચ્ચેની મેચ દરમિયાન થયો હતો. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે. હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે.
તાલિબાનની સરકાર આવી ત્યારથી અફઘાનિસ્તાન ગનપાઉડરનો ઢગલો છે. તાલિબાન સરકારના લાખ દાવા છતાં દેશમાં હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. કાબુલના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 ટૂર્નામેન્ટ દરમિયાન શુક્રવારે થયેલ બોમ્બ વિસ્ફોટ કાબુલમાં ગુરુદ્વારા કર્તા પરવાનના ગેટ પાસે થયેલા વિસ્ફોટના બે દિવસ પછી આ ઘટના બનીછે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
એસીબીના ચીફ એક્ઝિક્યુટિવ નસીબ ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘શાપેઝા લીગમાં બે ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી અને મેચ દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેમાં ભીડમાં રહેલા ચાર નાગરિકો ઘાયલ થયા હતા.’
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શાપાઝી સ્પર્ધા દરમિયાન વિસ્ફોટ થયો હતો. અફઘાનિસ્તાનના ટોલોન્યૂઝે અહેવાલ આપ્યો છે કે સુરક્ષા અધિકારીઓએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.’