આયુષ્માન ખુરાનાએ કોલકાતાના મહિલા ડૉક્ટર દુષ્કર્મ-મર્ડર કેસ પર કહી કવિતા, દરેક શબ્દ કરી દેશે ભાવુક
- આલિયા ભટ્ટથી લઈને સ્વરા ભાસ્કર સુધીના ઘણા સ્ટાર્સે અવાજ ઉઠાવ્યો અને આરોપીઓને કડક સજાની માંગ કરી
મુંબઈ, 15 ઓગસ્ટ: કોલકાતામાં એક મહિલા ઇન્ટર્ન ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે. આ દર્દનાક મામલો બહાર આવતા જ દેશવાસીઓએ આરોપીઓને કડક સજાની માંગ કરી છે. ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ આ મામલે પોતાનો ગુસ્સો અને દુ:ખ વ્યક્ત કર્યું છે. આલિયા ભટ્ટથી લઈને સ્વરા ભાસ્કર સુધીના ઘણા સ્ટાર્સે આ મામલે અવાજ ઉઠાવ્યો છે અને આરોપીઓને કડક સજાની માંગ કરી છે. હવે આ જ મુદ્દા પર આયુષ્માન ખુરાનાની એક કવિતાની પણ ચર્ચા થઈ રહી છે, જેણે આ કવિતા સાંભળનારા દરેક વ્યક્તિના દિલને હચમચાવી નાખ્યું છે.
સાંભળો આયુષ્માન ખુરાનાની આ કવિતા
View this post on Instagram
કોલકાતા ‘નિર્ભયા કાંડ’ પર આયુષ્માનની કવિતા
આયુષ્માન ઘણીવાર રાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાના વિચારો પોતાની રીતે વ્યક્ત કરે છે. તેઓ તેમની કળા દ્વારા સામાજિક સમસ્યાઓનો જવાબ આપવા માટે જાણીતા છે. ક્યારેક ફિલ્મો દ્વારા તો ક્યારેક તેમના ગીતો અને કવિતાઓ દ્વારા, તેઓ સામાજિક મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપે છે. હવે તે કોલકાતા ‘નિર્ભયા કાંડ’ પર પણ પોતાની કલા દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કરતાં જોવા મળ્યા છે, જેનું શીર્ષક છે “કાશ! હું પણ છોકરો હોતી.”
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ કોલકાતાની RG મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ટ્રેઇની ડોક્ટર મૃત હાલતમાં મળી આવી હતી. જે બાદ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં 10 ઓગસ્ટના રોજ એક નાગરિક સ્વયંસેવકની ધરપકડ કરવામાં આવી છે અને દુષ્કર્મ-હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
આ પણ જૂઓ: બંગાળમાં મધરાતે બની બાંગ્લાદેશ જેવી સ્થિતિ, RG કર મેડિકલ કોલેજમાં ટોળા દ્વારા તોડફોડ