15 ઓગસ્ટટ્રેન્ડિંગનેશનલમીડિયા

આપણા દેશની આન બાન શાન ‘ભારતનો રાષ્ટ્રધ્વજ’

નવી દિલ્હી- 15 ઓગસ્ટ : દર વર્ષે 15 ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, 1947માં આ દિવસે ભારતને અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 15મી ઓગસ્ટને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસે શાળા-કોલેજો, તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો અને જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે,ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગા તરીકે પણ ઓળખાય છે. તેમાં કેસરી, સફેદ અને ઘેરા લીલા રંગમાં ત્રણ સમાન કદના બેન્ડ હોય છે. સફેદ પટ્ટીની મધ્યમાં અશોકચક્ર છે જેમાં 24 આરા છે. બ્રિટિશ સામ્રાજ્યથી ભારતને આઝાદી મળી તે પહેલાં જ 22 જુલાઈ, 1947ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા ધ્વજની ડિઝાઇન બનાવવામાં આવી હતી. ધ્વજ પરના રંગો અને પ્રતીકોના ચોક્કસ અર્થો છે. આજે આપણે તેના વિશે વાત કરીશું.

    • કેસરી: કેસરીયો રંગ તાકાત, હિંમત અને બલિદાનનું પ્રતિનિધિત્વ કરે છે
    • સફેદ: સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતિનિધિત્વ કરે છે
    • લીલો: લીલો રંગ ફળદ્રુપતા અને ગ્રોથનું પ્રતિનિધિત્વ કરે છે
    • અશોક ચક્ર: સફેદ પટ્ટીની મધ્યમાં નેવી બ્લુ વ્હીલ “કાયદાનું ચક્ર” અથવા ધર્મ ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્રના 24 આરા દિવસના 24 કલાક બતાવે છે, જે સમયની હિલચાલ દર્શાવે છે અને ભારતના ઇતિહાસ અને ભાષાકીય અને ધાર્મિક વિવિધતાનું પણ પ્રતીક છે. ચક્રની ડિઝાઇન સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલ સારનાથ મંદિરમાંથી લેવામાં આવી છે. ચક્રના 24 આરા ઉપરથી જોતા અનુક્રમે પ્રેમ, હિંમત, ધીરજ,શાંતિ, દયા, સારપ, વફાદારી, નમ્રતા, સેલ્ફ કન્ટ્રોલ, નિસ્વાર્થ, આત્મ બલિદાન, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ન્યાય, દયા, ઉદારતા, માનવતા, સિમ્પથી, ઈમ્પથી, ધાર્મીક નોલેજ, સમજણ, મોરલ, નૈતિકતા સર્વોચ્ચ, પરોપકાર, આશા એમ 24 સદગુણો બતાવે છે.

  • આજે 78માં સ્વાતંત્રય દિવસ નિમિત્તે આપણે ભાષા, પ્રદેશ, ધર્મ અને જાતિના ભેદભાવને નાબૂદ કરીને આપણા દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક થઈને કામ કરવાનો સંકલ્પ કરીએ અને આપણી સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોનું જતન કરવાનો નિર્ધાર કરીએ.

આ પણ વાંચો : 15 ઓગસ્ટ 2024: કન્યા રાશિના જાતકોને પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા પર વિપરીત અસર પડી શકે

Back to top button