ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
અધીર રંજન ચૌધરીએ વિવાદિત ટિપ્પણી મુદ્દે પત્ર લખી માફી માંગી
દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગે કરેલ વિવાદિત ટિપ્પણી મુદ્દે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ ભવન પાસે મળવાનો સમય માંગવા છતા સમય ન મળતા અંતે તેમણે લેખિતમાં મહામહિમ દ્રૌપદી મુર્મુ પાસે માફી માંગી છે. સાંસદ અધીર રંજન ચૌધરીએ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના ‘રાષ્ટ્રપત્ની’ ટિપ્પણી મુદ્દે માફી માંગી હતી. દેશમાં રાજકીય હોબાળો મચતા તેમણે રાષ્ટ્રપતિને સંબોધિત પત્રમાં કહ્યું કે ‘પદનું વર્ણન કરવા માટે ભૂલથી ઉપયોગ કરવા બદલ ખેદ વ્યક્ત કરૂ છું.’
અધીર રંજન ચૌધરીએ પત્રમાં લખ્યું, “હું તમને ખાતરી આપું છું કે તે માત્ર મારી જીભ પસી હતી. હું માફી માંગુ છું અને તમને તે સ્વીકારવા વિનંતી કરું છું.’