અમેરિકાના રસ્તાઓ પર ડાન્સ કરી રહ્યા છે ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ, શું તમે જોયો આ વીડિયો? જૂઓ
- ટેસ્લાના CEO ઇલોન મસ્કે એક્સ પર પોતાનો અને ભૂતપૂર્વ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો શેર કર્યો
Haters will say this is AI 🕺🕺 pic.twitter.com/vqWVxiYXeD
— Elon Musk (@elonmusk) August 14, 2024
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, ઇલોન મસ્ક દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો AI દ્વારા જનરેટેડ વીડિયો છે. પરંતુ આ વીડિયો પોસ્ટ કરતી વખતે મસ્કે કટાક્ષ કર્યો છે. વીડિયોમાં, બંને કલાકારો અદભૂત સૂટ પહેરીને અને કેટલાક પ્રભાવશાળી ડાન્સ મૂવ્સ દર્શાવતા, આઇકોનિક બી ગીઝ હિટ “સ્ટેઇંગ અલાઇવ” પર જુસ્સાથી ડાન્સ કરતા જોવા મળે છે અને તે બંને કોઈ બીજુ નહીં પરંતુ ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ છે.
મસ્કની પોસ્ટ થઈ રહી છે વાયરલ
અત્યાર સુધીમાં મસ્કની વીડિયો પોસ્ટને 62 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર 10 લાખથી વધુ લાઈક્સ અને 60 હજારથી વધુ કમેન્ટ્સ છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઇલોન મસ્ક દ્વારા સ્થાપવામાં આવેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAIએ તેના લેટેસ્ટ AI મોડલ, Grok-2 અને Grok-2 Miniને બીટા રિલીઝમાં રજૂ કર્યા છે. ગેજેટ્સ 360 મુજબ, આ મોડલ્સ કંપનીના અગાઉના AI વર્ઝન, Grok-1.5 કરતાં મોટા સુધારાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં વાતચીત AI, કોડિંગ અને જટિલ તર્ક ક્ષમતાઓમાં વિકાસ દર્શાવવામાં આવ્યો છે. મોડલ હવે X પ્રીમિયમ અને X પ્રીમિયમ+ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે, જેઓ એપ્લિકેશનના લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરીને નવી સુવિધાઓને ઍક્સેસ કરી શકે છે. જો કે હવે એ કહેવું મુશ્કેલ છે કે, કયા AI ટૂલની મદદથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે.
આ પણ જૂઓ: દુનિયાનું સૌથી નાનું ગામ, જ્યાં રહે છે માત્ર એક મહિલા! જાણો તેણી કેવી રીતે પસાર કરે છે દિવસ અને રાત