ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

370 હટ્યાના 5 વર્ષ બાદ શ્રીનગરનો નજારો જોઈ સ્વતંત્રતા દિવસની ખુશી થઈ જશે બમણી, જૂઓ વીડિયો

  • આ વીડિયોમાં એક યુવક શ્રીનગરના લાલ ચોકમાં ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે

શ્રીનગર, 15 ઓગસ્ટઃ ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાંથી એક એવો વીડિયો બહાર આવ્યો છે, જેને જોઈને દરેક ભારતીયનો આઝાદીની ખુશી બમણી થઈ જશે. આ વીડિયોમાં એક યુવક શ્રીનગરના લાલ ચોકમાં ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે. યુવકે ખાકી પેન્ટ પહેર્યું છે અને શરીરનો ઉપરનો ભાગ તિરંગા જેવો રંગીન કર્યો છે. યુવકના પેટ પર અશોક ચક્ર અને છાતી પર ભારત લખેલું છે. આ સાથે યુવાન ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવી રહ્યો છે.

 

15 ઓગસ્ટ 2013 પહેલા કેટલાક બદમાશોએ શ્રીનગરના લાલ ચોકમાં પ્રતાપ પાર્કની લોખંડની વાડ પર બે પાકિસ્તાની ઝંડા લગાવ્યા હતા. આ ઘટનાને કારણે સરકાર અને સુરક્ષા એજન્સીઓને શરમનો સામનો કરવો પડ્યો હતો. જો કે, 2019માં આર્ટીકલ 370 નાબૂદ કરવામાં આવી હતી. આ આર્ટીકલ હટાવ્યા બાદ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો. કાશ્મીર દેશનો 78મો સ્વતંત્રતા દિવસ નવી આશાઓ સાથે ઉજવી રહ્યું છે.

PM મોદીએ 78માં સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવ્યો

દેશના 78મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. તેમણે 11મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. આ દરમિયાન 6000 વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા. દિલ્હીમાં હાજર વિશેષ મહેમાનો અને નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લાની આસપાસના તમામ રસ્તાઓ પર સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોર પછી તમામ રસ્તાઓ ખોલી દેવામાં આવશે.

 

ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જય હિંદ!” પીએમ મોદીએ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં શુભેચ્છા પાઠવી છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘Developed India@2047’ રાખવામાં આવી છે. પીએમ મોદીએ સવારે 7.30 વાગે તિરંગો ફરકાવ્યો અને ત્યારબાદ રાષ્ટ્રને સંબોધન શરૂ કર્યું.

આ પણ જૂઓ: સ્વતંત્રતા દિવસ નિમિત્તે PM મોદીએ લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો, સ્વાતંત્ર્ય સેનાનીઓને કર્યા યાદ

Back to top button