ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: RTO કચેરીમાં AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે

  • ટેસ્ટ ટ્રેકના તમામ રેકર્ડ વિભાગ પાસે જ રહેશે
  • હાલ 13 RTOમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે
  • કેટલાક કિસ્સામાં ગેરરીતિની ફરિયાદો ઉચ્ચકક્ષાએ પણ આવે છે

ગુજરાતની RTO કચેરીમાં AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. તેમજ રાજ્યના 13 જિલ્લામાં પાકા લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજીથી ટ્રેક સજ્જ ન હોવાથી લાલિયાવાડી ચાલે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાઇસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા જાણો કયા છે વરસાદની આગાહી 

કેટલાક કિસ્સામાં ગેરરીતિની ફરિયાદો ઉચ્ચકક્ષાએ પણ આવે છે

રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાકા લાઇસન્સ માટેના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. હાલ સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજીથી ટેસ્ટ ટ્રેક સજ્જ નહીં હોવાથી લાલિયાવાડી ચાલે છે.જેનો ફાયદો અન્ય જિલ્લાના લોકો પણ ઉઠાવે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી વાહનનું લાઇસન્સ કઢાવે છે, જેમાં કેટલાક કિસ્સામાં ગેરરીતિની ફરિયાદો ઉચ્ચકક્ષાએ પણ આવે છે. તત્કાલીન કમિશનરે તપાસ પણ કરાવી હતી. વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 RTO કચેરીમાં વીડિયો એનાલિટિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરાશે.

ટેસ્ટ ટ્રેકના તમામ રેકર્ડ વિભાગ પાસે જ રહેશે

હાલ 38 માંથી 26 RTOમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 RTOમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે. ત્યારે વિભાગ દ્વારા 38 આરટીઓમાં રૂપિયા 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે. સુત્રો કહ્યું કે, આ અંગે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરાશે. કંપની નવુ સોફ્ટવેર તૈયાર કરશે. જેના આધારે RTO કચેરીમાં AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. આ સિસ્ટમથી ટેસ્ટ ટ્રેકમાંથી હાલના સેન્સરપોલ દૂર થઇ જશે અને નવા AI બેઝ સેન્સર મુકાશે. ટ્રેકમાં કેમેરાની સંખ્યા વધારી દેવાશે. સાથેસાથે ટ્રેકની ઓફિસમાં કોમ્પ્યૂટર સિસ્ટમથી લઇ મોનિટરિંગ સિસ્ટમ માટે નવા સાધનો અપાશે. અમદાવાદ જેવી આરટીઓ કચેરીમાં ઓછોમાં ઓછા 18થી પણ વધુ કેમેરા રહેશે. જેનાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. જેમાં નાની-મોટી સહિત વિવિધ ભૂલો ઇન્સ્પેક્ટરોને કેમેરાની મદદથી કોમ્પ્યૂટરમાં સરળતાથી જોવા મળશે. ગેરરિતી અટકવાનો પણ દાવો કરાયો છે. ટેસ્ટ ટ્રેકના તમામ રેકર્ડ વિભાગ પાસે જ રહેશે.

Back to top button