ટ્રાવેલટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

દુનિયાના આઠ દેશ એવા જ્યાં નથી એક પણ નદી, જાણો કેવી રીતે મેળવે છે પીવાનું પાણી?

  • જે દેશમાં પીવાના પાણીના પૂરતા સ્ત્રોત હોય તેણે પાણીની સમસ્યાઓ સામે લડવું પડતું નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે. વિશ્વમાં એવા પણ કેટલાક દેશો છે જ્યાં એક પણ નદી નથી

HD ન્યુઝ ડેસ્કઃ જીવન માટે પાણી સૌથી જરૂરી છે. આપણે નદી, નાળાં, તળાવો, સરોવરો અને કુવામાંથી પાણી મેળવીએ છીએ. જે દેશમાં પીવાના પાણીના પૂરતા સ્ત્રોત હોય તેણે પાણીની સમસ્યાઓ સામે લડવું પડતું નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે. વિશ્વમાં એવા પણ કેટલાક દેશો છે જ્યાં એક પણ નદી નથી. તો અહીં લોકો સ્વચ્છ પાણી કેવી રીતે પીતા હશે. તમને લાગતું હશે કે દુનિયામાં કોઈ પણ દેશ એવો નહીં હોય જ્યાં નદી ન હોય, પરંતુ હા, એવા આઠ દેશ છે, જ્યાં એક પણ નદી નથી. વિચારવા જેવી વાત છે કે જ્યારે નદીઓ જ નથી ત્યારે લોકોને પીવાનું પાણી કેવી રીતે મળતું હશે. ચાલો જાણીએ કે તેમનો પાણી પુરવઠો કેવો હશે.

દુનિયાના આઠ દેશ એવા જ્યાં નથી એક પણ નદી, જાણો કેવી રીતે મેળવે છે પીવાનું પાણી? hum dekhenge news

સાઉદી અરબ

અરબેયિન દ્વીપમાં આવેલું સાઉદી અરેબિયા એ સૌથી મોટા દેશોમાં સામેલ છે જ્યાં નદીઓ નથી. આ દેશમાં માઈલો સુધી રણ ફેલાયેલું છે. તેમ છતાં, અહીંની સરકારે વોટર મેનેજમેન્ટની વિશેષ પદ્ધતિઓ ઘડી કાઢી છે. આ દેશ દરિયાના પાણીને પીવાલાયક બનાવે છે. પીવા માટેનું 70 ટકા પાણી ડિસેલિનેશન (ખારા પાણીને મીછા પાણીમાં બદલવાની પ્રક્રિયા) દ્વારા મેળવવામાં આવે છે અને અહીં પાણીના રી-યૂઝની સારી સુવિધાઓ છે.

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)

દુબઈ, અબુધાબી જેવા વિશ્વના સમૃદ્ધ અને પ્રખ્યાત શહેરો આ દેશમાં છે, અહીં સેંકડો અબજોપતિઓ રહે છે, પરંતુ આ દેશમાં પણ નદીઓ નથી. આ કારણોસર અહીં દરિયાના પાણીને શુદ્ધ કરીને પીવાનું પાણી બનાવવામાં આવે છે. ગંદા પાણીને સાફ કરીને અહીં ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાય છે.

દુનિયાના આઠ દેશ એવા જ્યાં નથી એક પણ નદી, જાણો કેવી રીતે મેળવે છે પીવાનું પાણી? hum dekhenge news

બહેરીન

પર્સિયન ગલ્ફમાં સ્થિત એક આઈલેન્ડ દેશ બહેરીનમાં કુદરતી નદીઓ નથી, પરંતુ ત્યાં ઘણા પ્રકારના ભૂગર્ભ જળ સ્ત્રોતો અને ઝરણાં છે જ્યાંથી પાણી ઉપલબ્ધ થાય છે. જો કે આ પાણી લોકોને પુરતું નથી. આવી સ્થિતિમાં અહીંના સમુદ્રના પાણીને સાફ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ઓમાન

અરેબિયન દ્વીપકલ્પના દક્ષિણ-પૂર્વ કિનારે સ્થિત ઓમાનમાં કોઈ કાયમી નદી નથી, જો કે ત્યાં ઘણી ખીણો છે જે વરસાદની સીઝનમાં પાણીથી ભરાઈ જાય છે અને નદીઓનું સ્વરૂપ લે છે. આ દેશે ખેતીની અનેક ટેકનિક અપનાવી છે, જેના કારણે પાણીની બચત કરી શકાય.

માલદીવ

આ દેશ સંપૂર્ણ રીતે પ્રવાસીઓ પર નિર્ભર છે. આ દેશ સમુદ્રથી ઘેરાયેલો છે. આ દેશમાં એક પણ નદી નથી. જો કે આ દેશ ઉપર જણાવેલ આરબ દેશોની જેમ સમૃદ્ધ દેશોની યાદીમાં સામેલ નથી, તેથી સમુદ્રના પાણીને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવાની ગંભીર સમસ્યા છે. આ કારણોસર અહીં વરસાદનું પાણી એકઠું કરવામાં આવે છે અને પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરીને તેને બોટલમાં પેક કરીને વેચવાનો ધંધો ચાલે છે.

દુનિયાના આઠ દેશ એવા જ્યાં નથી એક પણ નદી, જાણો કેવી રીતે મેળવે છે પીવાનું પાણી? hum dekhenge news

કતર

કતર ભલે સમૃદ્ધ દેશ હોય, પરંતુ અહીં નદીઓ નથી, આ કારણે આ દેશને પણ સમુદ્રી પાણીને પીવાલાયક બનાવવું પડે છે. વિશ્વમાં સૌથી વધુ પાણીનો વપરાશ પણ કતર કરે છે. આ કારણે અહીં 99 ટકા પીવાનું પાણી ડિસેલિનેશન દ્વારા મેળવવામાં આવે છે.

કુવૈત

અરેબિયન ગલ્ફના ઉત્તર ભાગમાં આવેલો કુવૈત દેશ પણ નદીઓ વગર ચાલે છે. અહીં પણ દરિયાના પાણીને સાફ કરીને પીવા માટે ઉપયોગમાં લેવાય છે.

વેટિકન સિટી

દુનિયાનો સૌથી નાનો સ્વતંત્ર દેશ વેટિકન સિટીમાં પણ નદીઓ નથી. આ દેશ ઈટાલિયન પાણી પુરવઠા પર નિર્ભર છે.

આ પણ વાંચોઃ ટ્રેનની થીમ પર ઘરની દિવાલો બનાવી, જોઈને તમે પણ કહેશો… જૂઓ વીડિયો

Back to top button