ગુજરાત: સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ શેરબજારમાં વધુ નફાની લાલચે ડોક્ટરે રૂ.50 લાખ ગુમાવ્યા
- ભાવનગરમાં ડોક્ટર સાથે રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ
- તબીબે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ હતી
- સાયબર ક્રાઈમ દ્વારા ફરીયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી
ગુજરાતના ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ શેરબજારમાં વધુ નફાની લાલચે ડોક્ટરે રૂ.50 લાખ ગુમાવ્યા છે. જેમાં વિડ્રોની રિકવેસ્ટ મોકલતા ભાંડો ફૂટ્યો છે. તેમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઠગાઈનો ભોગ બન્યા છે. જેમાં શેરબજારમાં રોકાણના બહાને 50 લાખની ઠગાઈ થઇ છે. તેમાં તબીબે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ હતી.
આ પણ વાંચો: ગુજરાત: રાજ્યમાં જિલ્લા પંચાયતના 1 લાખથી વધુ કર્મચારીઓને પગારમાં અન્યાય
ભાવનગરમાં ડોક્ટર સાથે રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ
ભાવનગરમાં ડોક્ટર સાથે રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ છે. જેમાં ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઠગાઈનો ભોગ બન્યા છે. શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ છે. તબીબે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ હતી. તેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તેમાં સારો નફો, ઓછા ભાવે સ્ટોકની લાલચ અપાઈ હતી. તબીબે એકાઉન્ટમાં 50 લાખ જમા કરાવ્યા હતા. નાણાં વિડ્રોની રિકવેસ્ટ મોકલતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં ટેક્સ, ચાર્જિસના બહાને વધુ રૂપિયાની માંગણી કરાઈ હતી. તબીબે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. સાયબર ક્રાઈમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમ દ્વારા ફરીયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી
શિક્ષક બાદ ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડોકટર પણ ઠગાઈનો ભોગ બન્યા છે. તેમાં શેરબજારમાં રોકાણના બહાને ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ સાથે થઈ રૂપિયા 50 લાખની ઠગાઈ થઇ છે. તબીબે સોશિયલ મીડિયામાં જાહેરાત જોયા બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરી ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તેમાં શેરબજારમાં સારો નફો અને ઓછા ભાવે સ્ટોક મળશે અને આઇ.પી.ઓ લાગશે તેવી લાલચ આપવામાં આવી હતી. રૂપિયા 50 લાખ એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ નાણાં વિડ્રોની રિકવેસ્ટ મોકવામાં આવતા ટેક્સ અને ચાર્જીસના બહાના બતાવી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તબીબે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી છે. તેમાં
સાયબર ક્રાઈમ દ્વારા ફરીયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.