ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર માટે જાણો શું કરી હવામાન વિભાગે વરસાદની આગાહી

Text To Speech
  • રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે
  • આણંદ, પંચમહાલ, મહીસાગરમાં વરસાદની આગાહી
  • કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે

ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતા નહીવત્ છે. જેમાં કેટલાક સ્થળો પર પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. જેમાં આજે ભારે વરસાદની શક્યતા નહીવત્ છે. તેમજ કેટલાક સ્થળો પર પવન સાથે વરસાદની સંભાવના છે. વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી છે કે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તેમજ અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.

કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે

આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ભરુચ, સુરત, ડાંગ, જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આણંદ, પંચમહાલ, મહીસાગરમાં વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તથા ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારી, વલસાડ, દમણ તથા જૂનાગઢ, અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.67 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.95 ઇંચ, , પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button