કોણે કહ્યું અભિનેતાનો દિકરો અભિનય જ કરે? આ સુપરસ્ટારનો દીકરો બન્યો IAS
- એક એવો સ્ટારકીડ જેના પિતા સુપર સ્ટાર હોવા છતા આજે તે IAS ઓફિસર બની ચૂક્યો છે. આ સ્ટાર કિડે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાને બદલે આઈએએસ ઓફિસર બનવાનું નક્કી કર્યું અને તે સફળતાપૂર્વક કરી પણ બતાવ્યું
HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય સિનેમામાં એવા એક્ટર્સ બહુ ઓછા છે જેઓ સુપરસ્ટારનો દરજ્જો હાંસલ કરવામાં અને પોતાનું નામ બનાવવામાં સફળ રહે છે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે કલાકારના સંતાનો કળા તરફ આકર્ષાય છે. ખાસ કરીને તમે જો સુપરસ્ટાર હો તો તમારા સંતાનને તે ચમક દમક બાળપણથી જ આકર્ષતી રહી હોય છે. અમિતાભ બચ્ચનની જેમ અભિષેક બચ્ચને પણ ફિલ્મોમાં કામ કર્યુ, જ્યારે ઋષિ કપૂરની જેમ રણબીર કપૂર અભિનેતા બન્યો. આજે બોલિવૂડના કિંગ ખાન ગણાતા શાહરુખના સંતાનો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવી રહ્યા છે, પરંતુ કેટલાક કલાકારોના બાળકો એવા પણ છે જે તેમના પેરેન્ટ્સના રસ્તે ચાલવાને બદલે પોતાના માટે અલગ રસ્તો પસંદ કરે છે, નવી ઓળખ ઊભી કરે છે. એક એવો સ્ટારકીડ જેના પિતા સુપર સ્ટાર હોવા છતા આજે તે IAS ઓફિસર બની ચૂક્યો છે. આ સ્ટાર કિડે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાને બદલે આઈએએસ ઓફિસર બનવાનું નક્કી કર્યું અને તે સફળતાપૂર્વક કરી પણ બતાવ્યું. IAS ઓફિસર શ્રુતંજય નારાયણન પ્રખ્યાત તમિલ અભિનેતા ચિન્ની જયંતના પુત્ર છે.
એક્ટિંગમાં હતો શ્રુતંજયને રસ
IAS અધિકારી શ્રુતંજય નારાયણનના પિતા તમિલ સિનેમામાં સુપરસ્ટાર છે અને 80ના દાયકાની રજનીકાંત સ્ટારર ફિલ્મોમાં તેમની કોમેડી માટે પ્રખ્યાત છે. તેમના પિતાની જેમ, IAS અધિકારી શ્રુતંજય નારાયણન પણ અભિનય અને કલા તરફ લગાવ ધરાવતા હતા. શ્રુતંજય નારાયણને અભિનય પ્રત્યેના પ્રેમને કારણે લાંબા સમય સુધી થિયેટર કર્યું. બાળપણથી લઈને મોટા થવા સુધી, તેમણે થિયેટર કલાકાર તરીકે ઘણો સમય વિતાવ્યો. ફિલ્મોમાં રસ હોવા છતાં IAS અધિકારી શ્રુતંજયે તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે ગિંડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી સ્નાતકની ડિગ્રી અને પ્રખ્યાત અશોકા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.
બીજા પ્રયાસમાં બન્યા આઈએએસ
IAS ઓફિસર શ્રુતંજય નારાયણન અભ્યાસ પૂરો કર્યા પછી આજુબાજુ ન ભટક્યા. તેમણે સ્ટાર્ટઅપમાં કામ કરીને અનુભવ પણ મેળવ્યો. નવી તકોએ IAS અધિકારી શ્રુતંજય નારાયણનને અભિનય છોડીને UPSC પરીક્ષાની તૈયારી કરવા પ્રેરિત કર્યા. IAS ઓફિસર શ્રુતંજય નારાયણન દરરોજ 4-5 કલાક સેલ્ફ સ્ટડી કરતા હતા અને પછી નાઈટ શિફ્ટમાં પણ કામ કરતા હતા. આ પ્રયાસોના કારણે, IAS અધિકારી શ્રુતંજય નારાયણને 2015માં UPSC પરીક્ષામાં AIR 75 રેન્ક સાથે સફળતા મેળવી અને બીજા પ્રયાસમાં જ IAS અધિકારી બન્યા. IAS અધિકારી શ્રુતંજય નારાયણન હાલમાં તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના અધિક કલેક્ટરના પદ પર તહેનાત છે.
આ પણ વાંચોઃ મુંબઈના આ બીચ દેશ-વિદેશમાં છે પ્રખ્યાત, પરિવાર સાથે માણો મજા