અમદાવાદ: સુભાષ બ્રિજ પાસે ચા પીવા જતા પાછળથી આવેલી કારમાંથી પોલીસ અધિકારી છું એમ કહી માર માર્યો: પોલીસ સ્ટેશન એ મામલો પહોંચ્યો
અમદાવાદ 13 ઓગસ્ટ 2024 : અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારથી સુભાષ બ્રિજ થઈને આરટીઓ પાસે ટુ વ્હીલર પર ચા પીવા જતા ગાડી ઓવરટેક બાબતે ફોરવીલર ચાલક દ્વારા પોતે પોલીસ કર્મચારી છે તેવું કહી માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે.
પોતે પોલીસ કર્મચારી છે કહીને માર માર્યો
રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપનાર પવન ભગવાનદાસ મંગવાનીએ હમ દેખેંગે ન્યુઝની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું શાસ્ત્રીનગર મારા ઘરથી સુભાષ બ્રિજ થઈને આરટીઓ પાસે મારા મિત્રો સાથે ચા પીવા જતો હતો ત્યાં અચાનક પાછળ મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડીઝાયર અમારી આગળ આવીને ઊભી રહી જતા સામેવાળાએ અમને પોલીસ કર્મચારી છીએ તેવું કહીને ધમકાવ્યો હતો અને ત્યારબાદ અમારી સાથે મારા મારી પણ કરી હતી. જોકે અમે રસ્તા પરથી ક્રોસ કરતી વખતે હાથ પણ બતાવ્યું હતું છતાં સામેવાળાને કોઈ મિસ અન્ડરસ્ટેન્ડિંગ થતા અમારી સાથે સાથે સત્તાનો દુરુપયોગ માર મારવામાં આવ્યો હતો. સાથે કારની આગળ પોલીસ લખેલી પ્લેટ પણ રાખવામાં આવી હતી જે કે ગેરકાયદેસર છે
ગાડીનાં માલિક ભરત બારોટ હોવાનું તપાસમાં ખુલ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં ગાડીના નંબર પ્લેટ આધારે આ વાઈટ મારુતિ સુઝુકીની ગાડી ભરત બારોટના નામે RTO રજીસ્ટર છે સાથે પોતે નિવૃત્ત ડીવાયએસપી હોવાનું પણ હોઈ શકે તેવું સામે આવ્યું છે તેવું ફરિયાદી પવન મંગવાણીએ ઉમેર્યું હતું
આ પણ વાંચો : અમદાવાદમાં મચ્છરના બ્રીડિંગ મળતા એક સ્કૂલ સીલ, જાણો કેટલી સ્કૂલોને દંડ ફટકારાયો