બોટાદ જિલ્લામાં થોડા દિવસ પહેલા બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જલ્દીથી આ કેસમાં દોષીતોને સજા થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવામાં રાજ્ય પોલીસ વડા પણ પોતાના તરફથી કાર્યવાહીમાં કોઈ કસર છોડી રહ્યા નથી. ત્યારે તેમણે વધુ 12 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલીના ઓર્ડર આપી સૌને ચોંકાવી દીધા છે. આ ઓર્ડરના પગલે પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.
ક્યાં પોલીસકર્મીને ક્યાં સ્થળે મુકવામાં આવ્યા ?
અગાઉ પણ બદલી અને સસ્પેન્સના પગલાં લેવાયા હતા
આજે કરવામાં આવેલા ઓર્ડર અગાઉ પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય પોલીસ વડાએ બે જિલ્લા એસપીની બદલી કરી નાખી હતી તો કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા.