અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

USA માં ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલી સંબોધન

ગાંધીનગર, 12 ઓગસ્ટઃ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન દ્વારા આયોજીત આ કોન્ફરન્સમાં રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ ફેડરેશન ઓફ ગુજરાતી એસો સીએશન દ્વારા USA ખાતે “વન ગુજરાત, વન ગુજરાતી, વન વોઈઝ” ની ટેગલાઈન સાથે“ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪” યોજાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫,૦૦૦ થી વધુ ગુજરાતીઓ સહભાગી બન્યા હતા

USA ખાતે “ફર્સ્ટ યુનાઇટેડ “ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪” યોજાવામાં આવ્યું હતું. તા. ૨થી ૪ ઑગસ્ટ દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ડલ્લાસ ખાતે રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પૂર્વ કૃષિમંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી,પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ડલ્લાસ ખાતે સહભાગી થયા હતા. કાર્યક્રમની ભવ્ય શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ સંસ્કૃત શ્લોક અને ગુજરાતની ઓળખ સમા રાસ-ગરબાથી કરવામાં આવી હતી.

વડાપ્રધાને શુભકામના સંદેશ પાઠવ્યો

યુ.એસ.એ.સ્થિત લગભગ ૧૦૦ જેટલી ગુજરાતી સમુદાયની સંસ્થાઓએ સંયુક્તપણે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ફોગા નામની સંસ્થાની સ્થાપના કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમની સફળતા માટે પોતાનો શુભકામના સંદેશ પાઠવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમેરીકામાં વસતા ગુજરાતી સમુદાયને માર્ગદર્શીત કર્યા હતાં.

ડલ્લાસ ખાતેના આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતાં. ધાર્મિક સંતો દ્વારા ધ્યાન-યોગની અંગે માર્ગદર્શન આપી ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય અને આવનારી પેઢીઓમાં પણ સનાતન ધર્મનો વારસો જળવાઇ રહે તેનું ચિંતન કરાયુ હતું. વર્ષોથી U.S.A. માં સ્થાયી થયેલા ગુજરાતીઓને સફળ નેતૃત્વ અને લીડરશીપ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. U.S.A. માં ફેડરેશન ઓફ ગુજરાતી એસો સીએશન ઓફયુ.એસ.એ.દ્વારા United Gujarati Summit ૨૦૨૪નું પહેલી વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ફોગાના ઘણા પ્રતિનિધિઓએ ગુજરાતમાં આયોજીત થતી “વાયબ્રન્ટ ગુજરાત” ઈવેન્ટમાં પણ હાજરી આપી હતી અને ફોગાએ વાયબ્રન્ટ ગુજરાતની સફળતાને ધ્યાને લઇ યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયુ હતું. નરેન્દ્રભાઈ મોદીના “વોકલ ફોર લોકલ” ના મંત્રને ચરિતાર્થ કરતાં, ગુજરાત સરકાર તરફથી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનું “યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪” કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું કચ્છના હાથ વણાટના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાલ અને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપી સન્માન કરાયુ હતું.

કનુભાઇ દેસાઇ અને જગદીશભાઇ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિકાસગાથા રજૂ કરી હતી. વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપના, રીવરફ્રન્ટ, ગિફટસિટી, ધોલેરાસર જેવા મેગા પ્રોજેક્ટ સહિતના ગુજરાતના સર્વાગી વિકાસની વાતો ગુજરાતી સમુદાયના લોકોને વર્ણવી હતી. ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ માટે બીઝનેશ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે. સાથે સાથે પ્રોએકટીવ પોલીસી મેકીંગ, મીનીમમ બેરીયર્સ ટુ સેટઅપ બીઝનેસ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજેસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી ઈકોસીસ્ટમ, ડીઝીટલ ગર્વનન્સ અને ઈઝ ઓફ લીવીંગ દ્વારા ગુજરાત સરકાર ઉદ્યોગકારોને ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા આવકારી રહી છે.

આ કાર્યક્રમમાં U.S.A. કોંગ્રેસના લીડર, સેનેટ મેમ્બર અને ડલ્લાસના મેયર ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં થયેલ વિકાસલક્ષી કામગીરીની પ્રસંશા કરી હતી. U.S.A.માં વસતા આપણા ગુજરાતીઓએ આ સમિટમાં એકઝીબિશન અને સ્ટોલ પણ રાખેલ હતાં. ત્યાંના ઉદ્યોગપતિઓ સાથે ગુજરાતના બંને મંત્રીઓ એ આવનારા દિવસોમાં ગુજરાતમાં પોતાનો વ્યવસાય કેવી રીતે કરવો અને ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ કેવી રીતે કરવું તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં U.S.A.ના ગુજરાતીઓનું ડેલિગેશન ગુજરાત આવે તે માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો..PMએ ખેડૂતોને આપી મોટી ભેટ, સારી ઉપજ આપતી પાકની 109 જાતોનું લોકાર્પણ

Back to top button